IPL 2025 : રાજસ્થાને જીતવા માટે કોલકાતાને આપ્યો 152 રનનો ટાર્ગેટ


ગુવાહાટી, 26 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની છઠ્ઠી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા તેમની શરૂઆત ખૂબ જ નબળી રહેતા તેણે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 151 રન ફટકાર્યા છે. હવે KKR ને આ મેચ જીતવા માટે 152 રનનો ટાર્ગેટ મળ્યો છે.
રાજસ્થાનની ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે 28 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલે 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. કેપ્ટન રિયાન પરાગે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. KKR ટીમ તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી.
મોઈન અલી આજે KKR ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે પણ પોતાની પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો હતો. ઇંગ્લિશ ખેલાડી મોઈન અલી આજે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે ડેબ્યૂ કર્યું હતું. 37 વર્ષીય ઓલરાઉન્ડર અગાઉ IPLમાં CSK વતી રમી ચૂક્યો છે. સુનીલ નરેનની જગ્યાએ મોઈનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન રહાણેએ કહ્યું કે તેની તબિયત સારી નથી, તેથી જ તે રમી રહ્યો નથી. રાજસ્થાન રોયલ્સે પ્લેઇંગ 11માં વાનિંદુ હસરંગાનો સમાવેશ કર્યો છે. રાજસ્થાન માટે આ હસરંગાનો પહેલો IPL મેચ છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ થેક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા