IPL 2025: કોલકાતાએ ટોસ જીત્યો, રાજસ્થાનની પ્રથમ બેટિંગ


ગુવાહાટી, તા. 26 માર્ચ, 2025: ઈન્ડિયન પ્રીમયર લીગ 2025માં આજે છઠ્ઠો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરશે.
મોઈન અલી આજે KKR ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે પણ પોતાની પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો હતો. ઇંગ્લિશ ખેલાડી મોઈન અલી આજે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે ડેબ્યૂ કર્યું હતું. 37 વર્ષીય ઓલરાઉન્ડર અગાઉ IPLમાં CSK વતી રમી ચૂક્યો છે. સુનીલ નરેનની જગ્યાએ મોઈનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન રહાણેએ કહ્યું કે તેની તબિયત સારી નથી, તેથી જ તે રમી રહ્યો નથી. રાજસ્થાન રોયલ્સે પ્લેઇંગ 11માં વાનિંદુ હસરંગાનો સમાવેશ કર્યો છે. રાજસ્થાન માટે આ હસરંગાનો પહેલો IPL મેચ છે.
🚨 Toss 🚨@KKRiders elected to bowl first against @rajasthanroyals in Guwahati
Updates ▶ https://t.co/lGpYvw87IR #TATAIPL | #RRvKKR pic.twitter.com/PVVVJoU2cz
— IndianPremierLeague (@IPL) March 26, 2025
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ થેક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા
આ પણ વાંચોઃ ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025: ઝડપી અને સુનિશ્ચિત નોંધણી માટે આધાર-આધારિત ઇકેવાયસી લાગુ કરવામાં આવી