IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 : પૂરન અને માર્શની તાબડતોબ ફિફ્ટી, લખનઉએ હૈદરાબાદને ઘર આંગણે 5 વિકેટે હરાવ્યું

Text To Speech

હૈદરાબાદ, 27 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની 7મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમનો જાદુ ઘર આંગણે જ ચાલ્યો નહીં અને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 190 રન જ બનાવ્યા હતા. જેની સામે લખનઉને પૂરન અને માર્કર્મે સટીક શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો હતો પણ માર્કર્મ ઝડપથી આઉટ થઇ ગયો હતો. જે બાદ પૂરન અને માર્શની તાબડતોબ ફિફ્ટીએ LSGને જીત તરફ આગળ વધાર્યું હતું. અંતે લખનઉ આ મેચ 5 વિકેટથી જીતી ગયું હતું.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, આયુષ બદોની, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ

હૈદરાબાદ-લખનઉનો કેવો છે રેકોર્ડ

હૈદરાબાદ અને લખનઉની ટીમો અત્યાર સુધીમાં ચાર વખત એકબીજા સામે ટકરાઈ છે. આમાંથી લખનઉની ટીમ ત્રણ વખત જીતી છે, જ્યારે હૈદરાબાદની ટીમ એક વખત જીતી છે. ગયા વર્ષે, જ્યારે બંને ટીમો એકબીજા સામે આવી હતી, ત્યારે સનરાઇઝર્સે હૈદરાબાદમાં લખનઉને 10 વિકેટથી હરાવ્યું હતું. તે પહેલાં, લખનઉએ ત્રણેય મેચ જીતી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે બે મેચ રમાઈ છે. આમાંથી બંને ટીમો એક એક મેચ જીતી છે.

Back to top button