IPL 2025 Points Table: તમામ ટીમોએ એક-એક મેચ રમી લીધી, જાણો પોઈન્ટ ટેબલમાં કઈ ટીમની કેવી છે હાલત


IPL 2025 Points Table: ઈંડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલની 18મી સીઝનમાં તમામ 10 ટીમોએ પોતાની એક એક મેચ રમી લીધી છે. 10માંથી જે પાંચ ટીમોને જીત મળી છે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સનું નામ સામેલ છે. સીઝનની પાંચમી લીગ મેચમાં પંજાબ કિંગ્સે મેજબાન ગુજરાત ટાઈટન્સને હાઈ સ્કોરિંગ મેચમાં હરાવી દીધી છે. આ જીત સાથે પંજાબ કિંગ્સે પોઈન્ટ ટેબલમાં ત્રીજુ સ્થાન મેળવી લીધું છે. પંજાબને સીએસકે અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમોને સરકાવી દીધી છે.
પંજાબ કિંગ્સ પોતાની પહેલી જીત સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે આ મેચ પહેલા ત્રીજા સ્થાને રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ હવે ચોથા સ્થાને છે અને દિલ્હી કેપિટલ્સ, જે ચોથા સ્થાને હતી, તે GT વિરુદ્ધ PBKS મેચ પછી પાંચમા સ્થાને સરકી ગઈ છે. તે જ સમયે, પ્રથમ મેચ પછી, સનરાઇઝર્સ હૈદરાબાદ ટોચ પર છે, જેની નેટ રન રેટ અન્ય ટીમો કરતા સારી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે, જે હૈદરાબાદથી થોડી પાછળ છે. SRHની નેટ રન રેટ +2.200 છે અને તેના બે પોઈન્ટ છે, જ્યારે RCBની નેટ રન રેટ +2.137 છે અને તેના પણ એટલા જ પોઈન્ટ છે.
હવે જો આપણે નીચેની 5 ટીમની વાત કરીએ, તો લખનઉ સુપર જાયન્ટ્સ 6ઠ્ઠા નંબર પર છે, જે એક વિકેટથી હારી ગઈ. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સાતમા સ્થાને છે. મુંબઈ પણ એક રોમાંચક મેચમાં CSK સામે હારી ગયું. ગુજરાત ટાઇટન્સ આઠમા સ્થાને છે, જેને પંજાબે 11 રને હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ સિઝનની પહેલી જ મેચમાં RCB સામે કારમી હારનો સામનો કર્યા બાદ નવમા સ્થાને છે અને રાજસ્થાન રોયલ્સ હૈદરાબાદ સામે હાઇ સ્કોરિંગ મેચમાં મોટા માર્જિનથી હાર્યા બાદ છેલ્લા સ્થાને છે.
આ પણ વાંચો: પુણે: કચરાના ઢગલામાંથી 6-7 નવજાત શિશુઓના મૃતદેહ મળી આવ્યા, સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો