IPL 2025: દિલ્હીએ ટોસ જીતી બોલિંગ લીધી, મુંબઈની નજર પ્લેઓફ પર

મુંબઈ, તા. 21 મે, 2025ઃ આઈપીએલ 2025નો 63નો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં દિસ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સની નજર મેચ જીતીને પ્લેઓફ પર છે.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમની તરફથી ટૉસ માટે અક્ષર પટેલ આવ્યો નહોતો. તેઓ છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે, મુંબઈ ઈન્ડિયન્સે કોર્બિન બૉશની જગ્યાએ મિચેલ સેન્ટનરને ટીમમાં સામેલ કર્યા છે.
𝙎𝙩𝙤𝙧𝙢 alert in Wankhede 🔥🌪#MI take on #DC in a clash with everything on the line 😬#TATAIPL | #MIvDC | @mipaltan | @DelhiCapitals pic.twitter.com/q7mT5Ut1zk
— IndianPremierLeague (@IPL) May 21, 2025
બંને ટીમોની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: રેયાન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, ટ્રિસ્ટન સ્ટબ્સ, દુષ્મંથા ચમીરા, વિપ્રજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, મુકેશ કુમાર.












