IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 MI vs KKR : મુંબઈએ ટોસ જીત્યો, કોલકાત્તા પ્રથમ બેટિંગ કરશે

Text To Speech

મુંબઈ, 31 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે. જેમાં મુંબઈએ ટોસ જીત્યો છે અને કોલકાત્તાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યા સંભાળશે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની લગામ અજિંક્ય રહાણેના ખભા પર રહેશે.

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં શરૂઆત સારી રહી ન હતી. આ ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે એકતરફી જીત હાંસલ કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11: રાયન રિકેલ્ટન, વિલ જેક્સ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.

કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ-11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 34 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 23 મેચ જીતી હતી. જ્યારે કેકેઆર માત્ર 11 મેચ જ જીત્યું હતું. ગત સિઝનમાં KKRએ આ મેદાન પર મુંબઈને 24 રનથી હરાવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં 12 વર્ષમાં કોલકાતા નાઈટ રાઈડર્સની આ પ્રથમ જીત હતી.

Back to top button