IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 MI vs KKR : ડેબ્યુ બોલર અશ્વિની કુમારનો તરખાટ, KKR માત્ર 116 રનમાં જ ઓલ આઉટ

Text To Speech

મુંબઈ, 31 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે. મેચમાં કેકેઆરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. KKR 116 રન જ બનાવી શકી હતી અને સંપૂર્ણ ટિમ ઓલઆઉટ થઇ ગઈ છે. મુંબઈ માટે ડેબ્યુ બોલર અશ્વિની કુમારે ચાર વિકેટ લીધી હતી. આ ઉપરાંત દીપક ચહરે બે વિકેટ લીધી, જ્યારે બોલ્ટ, હાર્દિક, વિગ્નેશ અને સેન્ટનરે એક-એક વિકેટ લીધી. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 26 રનની ઇનિંગ રમી. જ્યારે 5 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. હવે MI મેચ જીતવા માત્ર 117 રન જ બનાવવાના રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11: રાયન રિકેલ્ટન, વિલ જેક્સ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.

કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ-11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

Back to top button