IPL 2025 મેગા ઓક્શનઃ ટીમોના ખેલાડીઓની બલ્લે-બલ્લે, મળશે ભરપૂર પૈસા
- BCCIએ તમામ ટીમોના માલિકો સાથે મેગા ઓક્શન અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરશે
- IPLની મેગા ઓક્શનના નિયમો શું હશે તેના પરથી આજે પડદો હટાવવામાં આવશે
નવી દિલ્હી, 31 જુલાઇ: IPL 2025ની સીઝન હજુ દૂર છે, પરંતુ BCCIએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈએ આજે બુધવારે મુંબઈમાં તમામ ટીમોના માલિકો સાથે બેઠકની તૈયારી કરી લીધી છે. જેમાં આ વર્ષના અંતમાં યોજાનારી મેગા ઓક્શન અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આવતા વર્ષની IPL પહેલા એક મોટી હરાજી યોજાવાની છે. તેના નિયમો કાનૂન શું હશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ દરમિયાન હવે જે મોટી વાત બહાર આવી રહી છે તે એ છે કે જે પર્સ અત્યાર સુધી 100 કરોડ રૂપિયાનું હતું તે હવે વધી રહ્યું છે. જેનો અર્થ એ છે કે, ટીમો પાસે ખેલાડીઓ ખરીદવા માટે વધુ પૈસા રહેશે. આવી સ્થિતિમાં, શક્ય છે કે જ્યારે હરાજી થશે, ત્યારે ખેલાડીઓને વધુ પૈસા મળી શકે છે. એટલું જ નહીં, ટીમો તેમની જૂની ટીમમાંથી કેટલા ખેલાડીઓને રિટેન કરી શકે તે અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. શું ફરી એકવાર RTM કાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી મળશે? સૌથી વધુ ચર્ચિત મુદ્દો એ હતો કે શું ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ચાલુ રહેશે કે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે. બેઠકમાં આ અંગે પણ ચર્ચા થઈ શકે છે.
IPL ગવર્નિંગ કાઉન્સિલની આજે મુંબઈમાં મહત્ત્વની બેઠક
IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આજે સાંજે મુંબઈમાં યોજાશે. જેમાં તમામ દસ IPL ફ્રેન્ચાઈઝી માલિકોને પણ બોલાવવામાં આવ્યા છે. જેમાં આવનારી IPL અને તેની પહેલાની હરાજી અંગે કેટલાક મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. આમાં ટીમોના પર્સ વધારીને 120 કરોડ રૂપિયા કરવાની સાથે રાઈટ ટુ મેચ એટલે કે RTM પર પણ ચર્ચા થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મેગા ઓક્શનમાં ટીમોને તેમના 6 જૂના ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી આપવામાં આવી શકે છે.
આગામી વર્ષની IPL માટે ખેલાડીઓની હરાજી આ વર્ષે જ થશે
આ વર્ષના અંતમાં IPL 2025 માટે ખેલાડીઓની મોટી હરાજી થશે. આ પહેલા BCCI તેના નિયમો બનાવવા માટે ટીમના માલિકો સાથે ચર્ચા કરશે. દરમિયાન, પીટીઆઈએ ઘણી ફ્રેન્ચાઈઝી સાથે વાત કરી અને લગભગ દરેક વ્યક્તિ એક વાત પર સંમત થયા કે વર્તમાન ટીમના 100 કરોડ રૂપિયાના પર્સમાં ઓછામાં ઓછો 20 થી 25 ટકાનો વધારો કરવાની જરૂર છે. આઈપીએલની એક ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે, અમને લાગે છે કે પર્સ ચોક્કસપણે વધી રહ્યું છે. તેમાં 20 થી 25 ટકાનો વધારો થવો જોઈએ. આવી સ્થિતિમાં, મોટાભાગની ટીમો ફ્રેન્ચાઇઝી માટે 120 કરોડથી 125 કરોડ રૂપિયાના પર્સ માટે સંમત થશે.
ખેલાડીઓના રિટેંશન અંગે ચર્ચા-વિચારણા
બેઠકમાં સૌથી મોટો મુદ્દો ખેલાડીઓને રિટેન કરવાનો રહેશે. મળતી માહિતી મુજબ, આ મામલે સર્વસંમતિ બનાવવી થોડી મુશ્કેલ બની શકે છે. એવું કહેવાય છે કે, મોટાભાગની ટીમોની અલગ-અલગ જરૂરિયાતો છે. એક મોટી ટીમે RTM સહિત આઠ ખેલાડીઓને રિટેન કરવાનો અભિપ્રાય આપ્યો છે. આ પર સંભાવના ઓછી છે કે મોટાભાગની ટીમો તેની સાથે સંમત થાય. IPLના ત્રણ વર્ષની સાયકલમાં યોજાયેલી હરાજીમાં એક વિદેશી સહિત ચાર ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની ટીમો 5થી 6 ખેલાડીઓ રિટેન કરવા માંગે છે. જેમાં વિદેશી ખેલાડીઓને રિટેન કરવા પર પણ ટીમો વચ્ચે સહમતિ સાધવી પડશે.
વિદેશી ખેલાડીઓ અંગે પણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે
IPLના સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, દિલ્હી કેપિટલ્સ જેક ફ્રેઝર-મેકગર્ક અને ટ્રિસ્ટન સ્ટબ્સ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન અને ટ્રેવિસ હેડ જેવી ટીમો એક કરતા વધુ વિદેશી ખેલાડીઓને રિટેન કરવા માંગ કરશે. મિટિંગમાં ઈમ્પેક્ટ પ્લેયર રૂલ પર પણ ચર્ચા કરવામાં આવશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ખુલ્લેઆમ તેની ટીકા કરી છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં રાખવાની તક મળી છે. ધોનીએ ગત IPLમાં ઘણી મેચોમાં આઠમા નંબર પર બેટિંગ કરી હતી.
આ પણ જૂઓ: ‘ત્રણ બેટ્સમેન રાતોરાત બોલર બની ગયા…’, રિંકુ-SKYની બોલિંગથી ચર્ચામાં આવ્યા ગંભીર, મીમ્સ વાયરલ