ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2025 : મેગા ઓક્શનની તારીખ અને સ્થળ જાહેર, જાણો ક્યાં થશે ખેલાડીઓની હરાજી

જેદ્દાહ, 5 નવેમ્બર : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર 2024ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. હરાજી ઇવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના (જે બેન્ચમાર્ક એરેના તરીકે પણ ઓળખાય છે) ખાતે યોજાશે. અહીંથી 10 મિનિટના અંતરે આવેલી હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આઈપીએલ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની ઓપરેશન ટીમ વિઝા અને લોજિસ્ટિક જરૂરિયાતો માટે તમામ ખેલાડીઓ અને અન્ય સ્ટાફના સંપર્કમાં રહેશે.

ફ્રેન્ચાઇઝીએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

ઉલ્લેખનીય છે કે તમામ 10 ફ્રેન્ચાઇઝીએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આ પછી બધા હરાજીની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કરોડો ક્રિકેટ ચાહકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. હવે તારીખોની ઘોષણા પછી, દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું છે કે કઈ ફ્રેન્ચાઈઝી કયા ખેલાડી માટે કેટલી બોલી લગાવે છે. હરાજીની તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ખાલિદની હરાજી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થશે. જોકે હરાજી જેદ્દાહમાં થશે.

10 ફ્રેન્ચાઇઝી 641.5 કરોડ રૂપિયા ખર્ચી શકશે

મહત્વનું છે કે આ વર્ષની હરાજી ઘણી મોટી છે, જેમાં ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને અર્શદીપ સિંહ જેવા ભારતના હાઈ પ્રોફાઈલ સ્ટાર્સ ભાગ લેવા જઈ રહ્યા છે. 10 ફ્રેન્ચાઇઝીસ પાસે 204 સ્લોટ માટે ખર્ચ કરવા માટે સામૂહિક રીતે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે નિર્ધારિત છે. અત્યાર સુધીમાં 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેનો કુલ ખર્ચ રૂ.558.5 કરોડ છે.

BCCIએ રિટેન્શનના નિયમોમાં ફેરફાર કર્યો હતો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં જ રીટેન્શનને લઈને નવા નિયમો જારી કર્યા છે. આ મુજબ, એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જ જાળવી શકે છે. જો કોઈ ટીમે 6 કરતા ઓછા ખેલાડીઓને જાળવી રાખ્યા હોય, તો તે કિસ્સામાં ફ્રેન્ચાઇઝીને હરાજી દરમિયાન રાઇટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે.

IPLના રિટેન ખેલાડીઓની યાદી

ગુજરાત ટાઇટન્સ (GT)

  • શુભમન ગિલ (16.5 કરોડ)
  • રાશિદ ખાન (18 કરોડ)
  • સાઈ સુદર્શન (8.5 કરોડ)
  • શાહરૂખ ખાન (4 કરોડ)
  • રાહુલ તેવટિયા (4 કરોડ)

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

  • નિકોલસ પૂરન (21 કરોડ)
  • મયંક યાદવ (11 કરોડ)
  • રવિ બિશ્નોઈ (11 કરોડ)
  • આયુષ બદોની (4 કરોડ)
  • મોહસીન ખાન (4 કરોડ)

મુંબઈ ઈન્ડિયન્સ (MI)

  • હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
  • રોહિત શર્મા (16.30 કરોડ)
  • જસપ્રિત બુમરાહ (18 કરોડ)
  • તિલક વર્મા (8 કરોડ)

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

  • મતિશા પાથિરાના (13 કરોડ)
  • ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
  • શિવમ દુબે (12 કરોડ)
  • રવિન્દ્ર જાડેજા (18 કરોડ)
  • મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

  • પેટ કમિન્સ (18 કરોડ)
  • હેનરિક ક્લાસેન (23 કરોડ)
  • અભિષેક શર્મા (14 કરોડ)
  • ટ્રેવિસ હેડ (14 કરોડ)
  • નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

  • વિરાટ કોહલી (21 કરોડ)
  • રજત પાટીદાર (11 કરોડ)
  • યશ દયાલ (5 કરોડ)

દિલ્હી કેપિટલ્સ (DC)

  • અક્ષર પટેલ (16.50 કરોડ)
  • કુલદીપ યાદવ (13.25 કરોડ)
  • ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
  • અભિષેક પોરેલ (4 કરોડ)

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

  • સુનીલ નારાયણ (12 કરોડ)
  • રિંકુ સિંહ (13 કરોડ)
  • આન્દ્રે રસેલ (12 કરોડ)
  • વરુણ ચક્રવર્તી (12 કરોડ)
  • હર્ષિત રાણા (4 કરોડ)
  • રમનદીપ સિંહ (4 કરોડ)

પંજાબ કિંગ્સ (PBKS)

  • શશાંક સિંહ (5.5 કરોડ)
  • પ્રભસિમરન સિંહ (4 કરોડ)

રાજસ્થાન રોયલ્સ (RR)

  • સંજુ સેમસન (18 કરોડ)
  • યશસ્વી જયસ્વાલ (18 કરોડ)
  • રિયાન પરાગ (14 કરોડ)
  • ધ્રુવ જુરેલ (14 કરોડ)
  • શિમરોન હેટમાયર (11 કરોડ)
  • સંદીપ શર્મા (4 કરોડ)

આ પણ વાંચો :- ઝારખંડ ચૂંટણી : INDIA ગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, આપી આ 7 ગેરેંટી

Back to top button