IPL 2025: પંજાબે ટોસ જીત્યો, લખનઉની પ્રથમ બેટિંગ


લખનઉ, તા. 1 એપ્રિલ 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો 13મો મુકાબલો આજ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજયેપી ઈકના સ્ટેડિયમ પર રમાઈ રહેલી મેચમાં પંજાબે ટોસ જીતી બોલિંગ લીધી હતી. ટોસ જીત્યા બાદ શ્રેયસ ઐયરે કહ્યું, તેણે લોકી ફર્ગ્યુસનનો પ્લેઇંગ 11માં સમાવેશ કર્યો છે. તે આજે આ ટીમ માટે ડેબ્યૂ કરશે. લખનઉના કેપ્ટન ઋષભ પંતે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનઃ
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
લખનઉ સુપર જાયન્ટ્સ: મિશેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ રાઠી, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.
બંને ટીમોનો કેવો રેકોર્ડ છે
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 14 મેચ રમી છે, જેમાંથી તેણે 7 જીતી છે અને 6 મેચ હારી છે. જ્યારે એક મેચ ટાઇ રહી હતી. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે. સૌથી ઓછો સ્કોર 108 રન છે. લખનઉની ટીમ અત્યાર સુધી આ મેદાન પર 200 થી વધુ રન બનાવી શકી નથી. બીજી તરફ, પંજાબ કિંગ્સ ટીમે લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ બે મેચ રમી છે, જેમાંથી તેણે એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPL
Updates ▶️ https://t.co/j3IRkQFZpI#TATAIPL | #LSGvPBKS pic.twitter.com/DVuoMtnnop
— IndianPremierLeague (@IPL) April 1, 2025
પિચ રિપોર્ટ
પિચની વાત કરીએ તો એકાના સ્ટેડિયમની પિચ લાલ માટીની બનેલી છે. પિચ થોડી સ્પિનર્સને મદદ કરી શકે છે. બેટ્સમેનોને શોટ રમવામાં મુશ્કેલી પડશે. વચ્ચેની ઓવરોમાં રન બનાવવા માટે બેટ્સમેનોએ સાવધાનીથી રમવું પડશે. પાવરપ્લેમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરવો પડશે. લાલ માટીની પિચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે, તેથી બેટ્સમેનોએ વચ્ચેની ઓવરોમાં સાવધાનીપૂર્વક રમવું પડશે અને પાવરપ્લેનો લાભ લેવો પડશે.
આ પણ વાંચોઃ IPL 2025: MIએ આખરે જીતનો સ્વાદ ચાખ્યો, 8 વિકેટે KKRને હરાવ્યું