IPL 2025: લખનઉ ટોસ જીત્યું, હૈદરાબાદની પ્રથમ બેટિંગ


હૈદરાબાદ, તા. 27 માર્ચ, 2025: ક્રિકેટ કાર્નિવલ આઈપીએલનો 7મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહ્યો છે. મેચમાં લખનઉએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ બેટિંગ કરશે.
ટોસ જીત્યા બાદ પંતે શું કહ્યું
લખનઉના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીત્યા બાદ કહ્યું કે શાહબાઝ અહેમદ આ મેચમાં રમશે નહીં. તેના સ્થાને અવેશ ખાનને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે તેમની ટીમ કોઈપણ ફેરફાર વિના રમશે.
🚨 Toss 🚨@LucknowIPL won the toss and elected to bowl against @SunRisers in Hyderabad.
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG pic.twitter.com/9PJ6Oo6YFR
— IndianPremierLeague (@IPL) March 27, 2025
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી
લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, આયુષ બદોની, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ
હૈદરાબાદ-લખનઉનો કેવો છે રેકોર્ડ
હૈદરાબાદ અને લખનઉની ટીમો અત્યાર સુધીમાં ચાર વખત એકબીજા સામે ટકરાઈ છે. આમાંથી લખનઉની ટીમ ત્રણ વખત જીતી છે, જ્યારે હૈદરાબાદની ટીમ એક વખત જીતી છે. ગયા વર્ષે, જ્યારે બંને ટીમો એકબીજા સામે આવી હતી, ત્યારે સનરાઇઝર્સે હૈદરાબાદમાં લખનઉને 10 વિકેટથી હરાવ્યું હતું. તે પહેલાં, લખનઉએ ત્રણેય મેચ જીતી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે બે મેચ રમાઈ છે. આમાંથી બંને ટીમો એક એક મેચ જીતી છે.
આ પણ વાંચોઃ ક્યાંથી ભણે ગુજરાત? જાણો છેલ્લા બે વર્ષમાં કેટલી સરકારી પ્રાથમિક શાળા થઈ બંધ