ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનસ્પોર્ટસ

IPL 2025: કેટલો ભવ્ય હશે આ વખતનો ક્રિકેટોત્સવનો ઉદ્દઘાટન સમારંભ? જાણો

Text To Speech

નવી દિલ્હી, તા.17 માર્ચ, 2025: ક્રિકેટના મહાકુંભ આઈપીએલની 18મી સીઝનની શરૂઆત 22 માર્ચથી થશે. ટુર્નામેન્ટનો પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને આરસીબી વચ્ચે થશે. આઈપીએલ 2025ની ઓપનિંગ સેરેમની પણ શાનદાર રીતે થશે. દિશા પટણી તેના ડાંસ મૂવ્સથી ગ્લેમરનો તડકો લગાવશે.શ્રેયા ઘોષાલ તેના ગીતથી ક્રિકેટ ફેંસને ડોલાવશે. કેકેઆરે ગત સીઝનમાં હૈદરાબાદને હાર આપીને ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ જીત સાથે શરૂઆત કરવા માંગશે.

ઉદ્ઘાટન સમારોહ ભવ્ય રહેશે

IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ઇડન ગાર્ડન્સમાં હાજર તમામ ચાહકોને તેના ડાન્સ મૂવ્સથી નાચવા મજબૂર કરશે જ્યારે શ્રેયા ઘોષાલનો મધુર અવાજ ઇડન ગાર્ડન્સનું વાતાવરણ બનાવશે. પંજાબી ગાયક કરણ ઔજલા પણ પોતાના પરફોર્મન્સથી ધ્યાન ખેંચશે.આ ઉપરાંત ઘણા અન્ય રંગબેરંગી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

IPL 2024 માં, કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ગયા સિઝનમાં બંને ટીમો બે વાર ટકરાઈ હતી અને બંને વખત KKR જીત્યું હતું. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 વિકેટે જીત મેળવી હતી. બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે એક રનથી જીત મેળવી. આ વખતે KKR નવા કેપ્ટનના નેતૃત્વમાં રમતા જોવા મળશે. કોલકાતાની કમાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. જ્યારે રજત પાટીદાર IPL 2025 માં RCB ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

આ વખતે મેગા ઓક્શનમાં, KKR એ ક્વિન્ટન ડી કોક, રહાણે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, મોઈન અલી જેવા મજબૂત ખેલાડીઓને પોતાની ટીમમાં ઉમેર્યા છે. ટીમે વેંકટેશ ઐયર માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. બોલિંગમાં, KKR પાસે એનરિચ નોર્ટજે, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા જેવા ઝડપી બોલરો છે, જ્યારે સ્પિન વિભાગમાં, ટીમ પાસે વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને મયંક છે, જે તેમના સ્પિનથી કોઈપણ ટીમના બેટ્સમેનો પર ભારે પડી શકે છે.

આ પણ વાંચોઃ હવે કંઈ બાકી રહે છે? બોલો, ફોનને ઠંડો રાખવાનું કૂલર બજારમાં આવી ગયું!

Back to top button