IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

IPL 2025નો રંગારંગ પ્રારંભ, શ્રેયા ઘોષાલના ગીત પર ઝૂમ્યા ફેંસ, જુઓ વીડિયો

Text To Speech

કોલકાતા, તા. 25 માર્ચ, 2025: IPL 2025 નો રંગારંગ પ્રારંભ થયો હતો. સમારંભ શાહરુખના ભાષણથી શરૂ થયો હતો. આઈપીએલ ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચને લઈ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું.

IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલ સૌપ્રથમ પરફોર્મ કર્યું હતું. શ્રેયા “મેરે ઢોલના…” ગીતથી શરૂઆત કરી હતી.

ઇડન ગાર્ડન્સમાં શ્રેયા ઘોષાલના અવાજનો જાદુ છવાયો હતો અને તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. શ્રેયા ઘોષાલે કોલકાતાના લોકોને પુષ્પા 2 ના ગીતો પર નાચવા માટે મજબૂર કર્યા હતા.


શ્રેયા ઘોષાલે 15 મિનિટથી વધુ સમય સુધી પર્ફોર્મ કર્યું અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. શ્રેયાએ મા તુઝે સલામ અને વંદે માતરમ સાથે પોતાનું પરફોર્મંસ સમાપ્ત કર્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં બનેલા કપડાંની જર્સી પહેરીને રમશે IPLના ખેલાડીઓ

Back to top button