IPL 2025ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં બનેલા કપડાંની જર્સી પહેરીને રમશે IPLના ખેલાડીઓ

Text To Speech

સુરત, તા. 21 માર્ચ, 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શનિવારથી શરૂઆત થશે. આ ક્રિકેટ લીગથી સુરતના કપડાં ઉદ્યોગને 75 કરોડનો ફાયદો થયો છે. ખેલાડીઓની જર્સી, ટ્રેક પેંટ અને ફેંસની ટીમ તથા થીમ વાળા ટી શર્ટ માટે ઉપયોગમાં લેવાનારું કપડું સુરતમાં જ તૈયાર થયું છે.

સુરતને એશિયાની સૌથી મોટી ટેક્સટાઈલ માર્કેટ કહેવામાં આવે છે. અહીં બનેલું પોલિસ્ટર કપડું દેશ અને વિદેશમાં નિકાસ થાય છે. આઈપીએલમાં ખેલાડીઓ જે ટી શર્ટ અને ટ્રેકપેંટમાં રમે છે તેનું કપડું સુરતમાં બન્યું છે. આ ખાસ ફ્રેબિકને જ્યુરિક મટિરિયલ્સથી તૈયાર કરવામાં આવે છે. જે લાઈટ વેઇટ અને સ્ટ્રેચેબલ હોવાની સાથે ડ્રાય ફિટ અને યુવી પ્રોડક્ટ હોય છે.

ટેક્સટાઈલ કારોબારીના કહેવા મુજબ, પહેલા આ ફ્રેબિક ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ ભારત સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવ્યા બાદ ચીનથી આયાત ઘણી ઓછી થઈ ગઈ છે. તેનો સીધો લાભ સુરતના કપડાં ઉદ્યોગ અને વેપારીઓને મળ્યો છે. આશરે 75 કરોડ રૂપિયાનો એકસ્ટ્રા કારોબાર અત્યાર સુધીમાં થયો છે.

સુરતમાં તૈયાર થયેલા કપડાંની આ છે ખાસિયત

  • લાઇટ વેઇટ ફેબ્રિકઃ હળવું અને આરામદાયક
  • ડ્રાય ફિટઃ પરસેવો જલદી સુકાઈ જાય છે
  • યુવી પ્રોટેકેશનઃ આકરા તાપ અને ગરમીથી બચાવે છે
  • સ્ટ્રેચેબલઃ ખેલાડીઓની મુવમેંટ હિસાબથી ડિઝાઇન
  • એન્ટી બેક્ટેરિયલઃ પરસેવો થવા છતાં દુર્ગંધ નથી આવતી

આઈપીએલના કારમે સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને 15 ટન કપડાં તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો હતો. જેનાથી વેપારીઓને સીધો જ 75 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આઈપીએલમાં માત્ર ખેલાડીઓ જ નહીં ફેંસ પણ તેમની મનપસંદ ટીમના રંગોમાં નજરે પડે છે. સ્ટેડિયમમાં જે દર્શકો અલગ અલગ ટી શર્ટ પહેરીને આવે છે તેનું કપડું પણ સુરતમાં જ બન્યું છે.

આ પણ વાંચોઃ મસ્કની માતા બોલું છું, કહી રિટાયર્ડ કેપ્ટનને 73 લાખનો ધુંબો માર્યો

Back to top button