Video: ‘RCB આ વખતે નહીં વિજેતા બને તો હું મારા પતિને છૂટાછેડા આપી દઈશ’


ચેન્નઈ, તા.28 માર્ચ, 2025: આઈપીએલ 2025માં આજે આઠમો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આઈપીએલની 18મી સીઝનમાં ક્રિકેટ ફેંસ આરસીબીને વિજેતા બનતી જોવા ઈચ્છે છે. આરસીબી અત્યાર સુધીમાં એક પણ વખત ટ્રોફી જીતી શક્યું નથી. તેમ છતાં તેના ફેંસ ક્યારેય નિરાશ થયા નથી. જેની પાછળનું કારણ કિંગ કોહલી છે.
આ દરમિયાન એક મહિલાએ આઈપીએલમાં આરસીબીની જીતને લઈ મોટી જાહેરાત કરી છે. મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે આ વર્ષે આઈપીએલ ટ્રોફી આરસીબી જ જીતશે. મહિલાએ પોતાના દાવાને સચોટ ગણાવતાં કહ્યું કે, જો આ વખતે આરસીબી વિજેતા નહીં બને તો હું મારા પતિને છૂટાછેડા આપી દઈશ.
View this post on Instagram
વીડિયોમાં મહિલા જો આ વર્ષે આરસીબી ફાઈનલ નહીં જીતે તો હું ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરું છું કે મારા પતિને છૂટાછેડા આપી દઈશ. આ સ્ક્રીપ્ટેડ વીડિયો નથી. હું સાચું કહું છું કે જો આરસીબી વિજેતા નહીં બને તો હું મારા પતિને 100 ટકા છૂટાછેડા આપી દઈશ. તમે વીડિયો સેવ કરી લો અને આઈપીએલ ફાઈનલ બાદ તમે આ વીડિયો જોજો. આરસીબીની જીતનો દાવો કરતી આ મહિલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આઈપીએલની 17 સીઝન રમાઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત જીત્યું છે. ચેન્નઈ પણ પાંચ વખત વિજેતા બન્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રણ વખત ચેમ્પિયન બન્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ એક-એક વખત ખિતાબ જીતી ચુક્યા છે. 2009માં ડેક્કન ચાર્જર્સ વિજેતા બન્યું હતું.
આ પણ વાંચોઃ PM મોદીની સાસણગીર જંગલ સફારી બાદ પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાથી વધુનો ઉછાળો