

લખનઉ, તા. 1 એપ્રિલ, 2025: IPL 2025 ની 13મી મેચમાં, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમોએ વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં એક-એક મેચ જીતી છે. પંજાબ કિંગ્સે તેની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જ્યારે લખનઉની ટીમને પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમે વાપસી કરી અને સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હવે બંને ટીમો જીત બાદ ખૂબ જ ઉત્સાહમાં છે. આવી સ્થિતિમાં, એક રોમાંચક મેચની અપેક્ષા છે.
લખનઉના મેદાન પર બંને ટીમોનો આ રેકોર્ડ છે
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 14 મેચ રમી છે, જેમાંથી તેણે 7 જીતી છે અને 6 મેચ હારી છે. જ્યારે એક મેચ ટાઇ રહી હતી. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે. સૌથી ઓછો સ્કોર 108 રન છે. લખનઉની ટીમ અત્યાર સુધી આ મેદાન પર 200 થી વધુ રન બનાવી શકી નથી. બીજી તરફ, પંજાબ કિંગ્સ ટીમે લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ બે મેચ રમી છે, જેમાંથી તેણે એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
પિચ રિપોર્ટ
પિચની વાત કરીએ તો એકાના સ્ટેડિયમની પિચ લાલ માટીની બનેલી છે. પિચ થોડી સ્પિનર્સને મદદ કરી શકે છે. બેટ્સમેનોને શોટ રમવામાં મુશ્કેલી પડશે. વચ્ચેની ઓવરોમાં રન બનાવવા માટે બેટ્સમેનોએ સાવધાનીથી રમવું પડશે. પાવરપ્લેમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરવો પડશે. લાલ માટીની પિચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે, તેથી બેટ્સમેનોએ વચ્ચેની ઓવરોમાં સાવધાનીપૂર્વક રમવું પડશે અને પાવરપ્લેનો લાભ લેવો પડશે.
બંને ટીમોનીસંભવિત પ્લેઈંગ 11
લખનઉ સુપર જાયન્ટ્સઃ રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિશેલ માર્શ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, શમર જોસેફ.
પંજાબ કિંગ્સઃ પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચો: શેરબજારમાં આજે કેમ બોલ્યો આટલો મોટો કડાકો? જાણો શું છે કારણો