IPL 2025ટ્રેન્ડિંગસ્પોર્ટસ

આઈપીએલમાં કોમેન્ટ્રી કરતા હરભજન સિંહે રાજસ્થાનના ખેલાડી પર કરી વંશિય ટિપ્પણી, સોશિયલ મીડિયા પર ગુસ્સે થયાં લોકો

Text To Speech

Harbhajan Singh Racist Comment on Jofra Archer: રવિવારના દિવસે આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવી દીધું. આ મેચ દરમ્યાન એક વંશિય ટિપ્પણીના કારણે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ટ્રોલ થઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, આ મામલો ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આચ્રર સાથે જોડાયેલ છે. જેને હરભજને કાળી ટેક્સી કહીને સંબોધન કર્યું હતું. આ પ્રકારની કોમેન્ટ માટે સોશિયલ મીડિયા પર વિવાદ થઈ રહ્યો છે અને હરભજનને ટ્રોલ કરી રહ્યા છે.

હરભજને કરી વંશિય ટિપ્પણી

આ ઘટના મેચની પહેલી ઈનિંગ્સની 18મી ઓવરમાં થઈ હતી, જેમાં રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર બોલીંગ કરવા આવ્યો હતો. હૈદરાબાદ તરફથી ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન ક્રીઝ પર ઊભા હતા. હરભજને ટિપ્પણી ત્યારે કરી જ્યારે ક્લાસેને આર્ચરને બોલ પર સતત બાઉન્ડ્રીઓ લગાવી હતી.

હરભજન સિંહે કહ્યું કે, લંડનમાં કાળી ટેક્સીનું મીટર ફાસ્ટ ભાગે છે અને અહીં પણ આર્ચર સાહબનું મીટર ફાસ્ટ ભાગે છે. આ પ્રકારની ટિપ્પણીના કારણે લોકોમાં રોષ છે અને તેમને તરત આઈપીએલ 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માગ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે, આ પ્રકારની કોમેન્ટ શરમજનક અને ધૃણાસ્પદ છે. હરભજનને તરત કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવો જોઈએ.

જોફ્રા આર્ચરે ફેક્યો સૌથી મોંઘો સ્પેલ

જોફ્રા આર્ચર માટે આઈપીએલ 2025ની શરુઆત સારી નહોતી રહી. તે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આખી મેચમાં કોઈ વિકેટ નહોતી લીધી અને 4 ઓવરમાં કુલ 76 રન આપ્યા હતા. તેની સાથે જ આર્ચર આઈપીએલના ઈતિહાસનૌ સોથી મોંઘો સ્પેલ નાખનારો બોલર બની ગયો. આ અગાઉ આ શરમજનક રેકોર્ડ મોહિત શર્માના નામે હતો. જેણે 2024 સીઝનમાં ગુજરાત ટાઈટંસ માટે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમતા 73 રન આપ્યા હતા.

આ પણ વાંચો: કર્ણાટકમાં મુસ્લિમ અનામતને લઈને સંસદમાં હોબાળો, સદનની કાર્યવાહી સ્થગિત કરી

Back to top button