IPL 2025: અમદાવાદમાં છવાયો ક્રિકેટ ફીવર, મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા


અમદાવાદ, તા. 25 માર્ચ, 2025: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મુકાબલાથી બંને ટીમો આઈપીએલ 2025ની શરૂઆત કરશે. બંને ટીમોની નજર જીત સાથે શરૂઆત કરવા પર રહેશે. આ મુકાબલો નીહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. ફેંસને હાઇ સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે. ઈનિંગની શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળવાની સભાવના છે. પરંતુ મેચ જેમ જેમ આગળ વધશે તેમ સ્પિનર્સ પણ તેમનું કૌશલ્ય બતાવશે.
કેવું રહેશે હવામાન
અમદાવાદમાં ફેંસને રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. દિવસ દરમિયાન તડકો રહેશે. મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી. ઝાકળનું પ્રમાણ પણ ઓછું રહેશે, જેથી ફિલ્ડિંગ કરતી ટીમને મુશ્કેલી પણ નહીં પડે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ અત્યાર સુધીમાં પાંચ વખત ટકરાઈ છે. જેમાં ત્રણ વખત ગુજરાતે બાજી મારી છે અને બે વખત પંજાબ જીત્યું છે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11
ગુજરાત ટાઈટન્સઃ જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ
પંજાબ કિંગ્સઃ પ્રભાસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, નેહલ વઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કસ સ્ટોયનિસ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ, યુઝવેંદ્ર ચહલ, યશ ઠાકુર
Are you ready for tonight’s clash? 🤔
Ahmedabad definitely is! 🥳
We are getting closer to @gujarat_titans 🆚 @PunjabKingsIPL in Match 5⃣ 👊#TATAIPL | #GTvPBKS pic.twitter.com/F5BxUc6RlP
— IndianPremierLeague (@IPL) March 25, 2025
આ પણ વાંચોઃ ઈશાન કિશને આઈપીએલ 2025ની ફટકારી પ્રથમ સદી. રાજસ્થાનના બોલરોની નિર્દયતાથી કરી ધોલાઈ