IPL 2025અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2025 GT vs PBKS : ગુજરાત ટાઈટન્સની 11 રનથી હાર

Text To Speech

અમદાવાદ, 25 માર્ચ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે કેપ્ટન શ્રેયસ અય્યરના શાનદાર અણનમ 97 રનની મદદદથી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. આ મેચમાં ગુજરાતની 11 રનથી હાર થઇ છે.

પંજાબ કિંગ્સના 243 રનના જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 232 રન જ બનાવી શકી. પંજાબ માટે શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ કરી પરંતુ જીતનો નિર્ણય બોલરોએ લીધો. અમદાવાદના ઝાકળમાં પણ તેના ઝડપી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અર્શદીપ સિંહે 36 રન આપીને 2 વિકેટ લીધી. મેક્સવેલ અને જેન્સનને એક-એક વિકેટ મળી. પરંતુ પંજાબની જીતનું મુખ્ય કારણ વિજય કુમાર વૈશાખ હતા જેમણે કોઈ વિકેટ લીધી ન હતી પરંતુ ડેથ ઓવરમાં 2 ઉત્તમ ઓવર ફેંકવામાં સફળ રહ્યા હતા. તેણે 3 ઓવરમાં 28 રન આપ્યા પણ ગુજરાત પાસેથી મેચ છીનવી લીધી.

ગુજરાત ટાઇટન્સની હારનું કારણ બન્યો આ ખેલાડી

ગુજરાત ટાઇટન્સની હારનું મુખ્ય કારણ શેરફેન રૂથરફોર્ડ હતા, જેમણે 28 બોલમાં 46 રન બનાવ્યા હતા પરંતુ આ બેટ્સમેને મહત્વપૂર્ણ ક્ષણોમાં ઘણા બધા ડોટ બોલ રમ્યા હતા. આના કારણે ગુજરાતને નુકસાન થયું. રૂથરફોર્ડના ડોટ બોલ રમવાને કારણે ગુજરાતના અન્ય બેટ્સમેન પર દબાણ આવ્યું. આ દબાણ હેઠળ, બટલર 54 રન બનાવીને આઉટ થયો.

આ પછી, રાહુલ તેવતિયા કમનસીબે રન આઉટ થયો અને અંતે ગુજરાત મેચ હારી ગયું. ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શને 41 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 6 છગ્ગા અને 5 ચોગ્ગા લાગ્યા. શુભમન ગિલે ૧૪ બોલમાં ૩૩ રન બનાવ્યા. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. બટલરે 31 બોલમાં અડધી સદી ફટકારી. તેણે 33 બોલમાં 54 રન બનાવ્યા.

મેક્સવેલે બનાવ્યો ગોલ્ડન ડકનો રેકોર્ડ

પંજાબની ઈનિંગ દરમિયાન ગ્લેન મેક્સવેલ ગોલ્ડન ડક (0 રન) પર આઉટ થયો હતો. જેની સાથે તે આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય રને આઉટ થનારો ખેલાડી બની ગયો હતો. તેણે ભારતના રોહિત શર્માને પાછળ રાખ્યો હતો. મેક્સવેલ આઈપીએલમાં 19મી વખત શૂન્ય પર આઉટ થયો હતો.

આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનારા ખેલાડી

ગ્લેન મેક્સવેલઃ 19
રોહિત શર્માઃ 18
દિનેશ કાર્તિકઃ 18
પીયુષ ચાવલાઃ 16
સુનીલ નરેનઃ 16

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

પંજાબ કિંગ્સઃ પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

Back to top button