IPL 2025 GT vs MI : સાઈ સુદર્શનના 63 રન, મુંબઈને આપ્યો આ ટાર્ગેટ


અમદાવાદ, 29 માર્ચ : આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ નંબર-9માં ગુજરાત ટાઇટન્સનો સામનો મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. જેમાં ગુજરાતની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 196 રન કર્યા હતા અને મુંબઈને 197 રનનો ટાર્ગેટ જીતવા માટે આપ્યો હતો.
આ સિઝનમાં બંને ટીમોની શરૂઆત સારી રહી ન હતી. ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ (PBKS) સામે તેની પ્રથમ મેચ 11 રનથી હારી ગયું હતું. બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11માં પરત ફર્યો હતો. પ્રતિબંધના કારણે પંડ્યા પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો હતો.
જો જોવામાં આવે તો ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 5 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈની ટીમે 2 મેચ જીતી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી હતી. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સનો 6 રને વિજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર. સાઇ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, મુજીબ ઉર રહેમાન, સત્યનારાયણ રાજુ.