IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

IPL 2025: શ્રેયા બાદ દિશાના ડાંસ મૂવ્સે ફેંસનું મન મોહ્યું, Photos

Text To Speech

કોલકાતા, તા. 25 માર્ચ, 2025: ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025નો આજે પ્રારંભ થયો હતો. બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલે તેના ગીતોથી ફેંસને ડોલાવ્યા હતા. જે બાદ દિશા પટણીએ તેના શાનદાર ડાંસ મૂવ્સથી ફેંસનું મન મોહ્યું હતું.


IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલ સૌપ્રથમ પરફોર્મ કર્યું હતું. શ્રેયા “મેરે ઢોલના…” ગીતથી શરૂઆત કરી હતી.ઇડન ગાર્ડન્સમાં શ્રેયા ઘોષાલના અવાજનો જાદુ છવાયો હતો અને તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. શ્રેયા ઘોષાલે કોલકાતાના લોકોને પુષ્પા 2 ના ગીતો પર નાચવા માટે મજબૂર કર્યા હતા.શ્રેયા ઘોષાલે 15 મિનિટથી વધુ સમય સુધી પર્ફોર્મ કર્યું અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. શ્રેયાએ મા તુઝે સલામ અને વંદે માતરમ સાથે પોતાનું પરફોર્મંસ સમાપ્ત કર્યું હતું.


આ પણ વાંચોઃ IPL 2025નો રંગારંગ પ્રારંભ, શ્રેયા ઘોષાલના ગીત પર ઝૂમ્યા ફેંસ, જુઓ વીડિયો

Back to top button