IPL 2025ટોપ ન્યૂઝસ્પોર્ટસ

DC vs SRH: સ્ટાર્કના ‘પંજા’માં દબાયું હૈદરાબાદ, દિલ્હીને મળ્યો આ ટાર્ગેટ

હૈદરાબાદ, તા. 30 માર્ચ, 2025: આઈપીએલ 2025માં 10મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. વિશાખાપટ્ટનમાં રમાઈ રહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

અનિકેત વર્માની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સનરાઇઝર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેમની બેટિંગ સારી ન રહી અને ટીમ 18.4 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી તરફથી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કર્યું અને 5 વિકેટ લીધી, જ્યારે કુલદીપ યાદવે 3 અને મોહિત શર્માએ 1 વિકેટ લીધી હતી.

સનરાઈઝર્સના 8 બેટ્સમેનો ડબલ આંકડામાં ન પહોંચી શક્યા

સનરાઇઝર્સ તરફથી અનિકેત વર્માએ સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. જેનાથી ટીમને દિલ્હી માટે પડકારજનક સ્કોર બનાવ્યો હતો.. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, સનરાઇઝર્સની શરૂઆત સારી નહોતી કારણ કે તેઓએ પાવરપ્લે દરમિયાન ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, અનિકેતે હેનરિક ક્લાસેન સાથે મળીને પાંચમી વિકેટ માટે 77 રન જોડ્યા. ક્લાસેન આઉટ થયા બાદ સનરાઇઝર્સની બેટિંગ ફરી એકવાર નબળી પડી ગઈ. એક તરફ વિકેટ પડતી રહી અને બીજી તરફ અનિકેત ઇનિંગ્સને આગળ ધપાવતો રહ્યો. જોકે, મેકગર્કે કુલદીપની બોલિંગ પર શાનદાર કેચ પકડીને અનિકેતની ઇનિંગનો અંત લાવ્યો હતો. અનિકેત ઉપરાંત, ક્લાસેન 32 રન અને ટ્રેવિસ હેડ 22 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ એટલી નબળી હતી કે તેના આઠ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.

સનરાઇઝર્સે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ઝીશાન આ મેચમાં સનરાઇઝર્સ તરફથી રમશે. દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે તે પણ ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવા માંગતો હતો, પરંતુ તે તેના વિશે વધુ વિચારી રહ્યો નથી કારણ કે ટોસ જીતવું તેના હાથમાં નથી. દિલ્હી કેપિટલ્સે પણ એક ફેરફાર કર્યો છે અને સમીર રિઝવીની જગ્યાએ કેએલ રાહુલને તક મળી છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ: જેક ફ્રેઝર મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.

સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી: નીતિન પટેલ

Back to top button