IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 DC vs SRH : હૈદરાબાદે ટોસ જીત્યો, દિલ્હી કેપિટલ્સ પ્રથમ બોલિંગ કરશે

Text To Speech

વિશાખાપટ્ટનમ, 30, માર્ચ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીત્યો છે અને દિલ્હી કેપિટલ્સ પ્રથમ બોલિંગ કરશે. દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે પ્લેઇંગ-૧૧માં એક ફેરફાર કર્યો છે. સમીર રિઝવીને કાઢવામાં આવ્યા છે. તેમના સ્થાને કેએલ રાહુલનો સમાવેશ કરાયો છે. બીજી તરફ, જેમ્સ નીશમ હૈદરાબાદ ટીમમાં પાછો ફર્યો છે.

આ વખતે દિલ્હી ટીમની કેપ્ટનશીપ અક્ષર પટેલના હાથમાં છે. જ્યારે સનરાઇઝર્સની કમાન પેટ કમિન્સના ખભા પર છે. આ દિલ્હીનો બીજો મેચ છે. તેણે સિઝનની પોતાની પહેલી મેચમાં લખનૌ સામે 1 વિકેટથી રોમાંચક જીત નોંધાવી હતી.

બીજી બાજુ, સનરાઇઝર્સ ટીમ છે, જેના માટે આ તેમનો ત્રીજો મેચ છે. તેણે પોતાની પહેલી મેચ જીતી હતી, જ્યારે બીજી મેચ હારી ગઈ હતી. હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 44 રને જીત મેળવી હતી. ત્યારબાદ તેને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો.

મેચમાં દિલ્હી અને હૈદરાબાદની પ્લેઇંગ-૧૧

દિલ્હી ટીમ: જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા અને મુકેશ કુમાર.

સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી.

Back to top button