IPL 2025 DC vs LSG : પુરન અને માર્શની શાનદાર ફિફ્ટી, લખનૌએ દિલ્હીને આપ્યો આ ટાર્ગેટ


વિશાખાપટ્ટનમ, 24 માર્ચ : IPL 2025 ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે સોમવાર, 24 માર્ચે ડૉ.વાય.એસ.સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો એટલે કે લખનૌ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ મેચમાં નિકોલસ પુરન અને મિચેલ માર્શે શાનદાર ફિફ્ટીની મદદથી લખનૌએ 20 ઓવરમાં 209 રન બનાવી 210 રનનો દિલ્હીને ટાર્ગેટ આપ્યો હતો.
DC પ્લેઇંગ ઇલેવન – જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર
LSG પ્લેઇંગ ઇલેવન – એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ