IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 DC vs LSG : દિલ્હીએ ટોસ જીત્યો, લખનઉ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે

Text To Speech

વિશાખાપટ્ટનમ, 24 માર્ચ : IPL 2025 ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે સોમવાર, 24 માર્ચે ડૉ.વાય.એસ.સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે લખનૌ પ્રથમ બેટિંગ કરશે.

આજે તમામની નજર ઋષભ પંત અને કેએલ રાહુલ પર ટકેલી છે. આ બંને ખેલાડીઓ આ સિઝનની તેમની પ્રથમ મેચ તેમની ભૂતપૂર્વ ટીમો સામે રમશે. આ સિઝનમાં LSGએ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો, જ્યારે દિલ્હી કેપિટલ્સે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

DC પ્લેઇંગ ઇલેવન – જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર

LSG પ્લેઇંગ ઇલેવન – એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ

Back to top button