રિક્ષા ચાલકના દીકરાએ IPLની ડેબ્યૂ મેચમાં ધમાલ મચાવી, ચેન્નઈ વિરુદ્ધ 3 વિકેટ લીધી, મુંબઈએ હીરો શોધી કાઢ્યો


Vignesh Puthur IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસની મેચમાં એક નાયાબ હીરો નીકળીને સામે આવ્યો છે. MIએ આ વખતે વિગ્નેશ પુથુર નામના શાનદાર ખેલાડીની શોધ કરી છે. જેણે આઈપીએલની 18મી સીઝનની પહેલી મેચમાં જ પોતાની છાડ છોડી દીધી છે. પોતાના પહેલા ડેબ્યૂમાં તેણે શાનદાર બોલીંગ કરી અને એક પછી એક ત્રણ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યો. સબ્સિટ્યૂટ ખેલાડી તરીકે મેદાનમાં આવેલા વિગ્નેશે પોતાના સ્પિનની જાળમાં ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડ્ડાને જાળમાં ફસાવ્યા. એક સમય આસાનીથી ટાર્ગેટનો પીછો કરી રહેલા સીએસકેની ટીમને મુશ્કેલમાં મુકી દીધી. તેણે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. 24 વર્ષિય ખેલાડીનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું છે.
સ્પિન બોલર વિગ્નેશ પુથુરના પિતા રિક્ષા ચલાવે છે
આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં મલ્લપુરમના રહેવાસી વિગ્નેશ પુથુરને મુંબઈ ઈંડિયંસે ફક્ત 30 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલરનો જન્મ 2 માર્ચ 2001ના રોજ થયો હતો. કેરલાથી આવતા આ ખેલાડીનો રોલ આ આઈપીએલમાં ઓલરાઉન્ડર તરીકેનો છે. વિગ્નેશ એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા એક ઓટો ચાલક છે. જે તેના સંઘર્ષભરેલા જીવનને દર્શાવે છે. વિગ્નેશનો જુસ્સો અને ખેલ પ્રત્યે જુનૂને તેને આટલા ઉંચ્ચા મુકામ સુધી પહોંચાડ્યો.
View this post on Instagram
વિગ્નેશ પુથુરે ૧૧ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું
વિગ્નેશ પુથુરે કેરળ ક્રિકેટ લીગ (KCL) માં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેના જોરદાર પ્રદર્શનના આધારે, તેને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા મેગા ઓક્શનમાં પસંદ કરવામાં આવ્યો. અત્યાર સુધી તે કેરળ રાજ્ય સિનિયર ટીમમાં પ્રવેશ્યો નથી. જોકે, વિગ્નેશ અંડર-૧૪ અને અંડર-૧૯ માં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. જો આપણે તેમના શિક્ષણ પર એક નજર કરીએ તો, તેણે સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણે ૧૧ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે કેરળ લીગમાં એલેપ્પી રિપ્લસ માટે રમી રહ્યો હતો. તેની થોડી અલગ એક્શનને કારણે, તેને ટીમમાં તક આપવામાં આવી.
આ પણ વાંચો: કેનેડામાં 28 એપ્રિલે સામાન્ય ચૂંટણીઓ યોજાશે, નવા પીએમ માર્ક કાર્નેની અચાનક જાહેરાત, જાણો કેમ