IPL 2025ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2025: CSK જીત્યું ટોસ, RCBની બેટિંગ, જાણો બંને ટીમમાં શું થયો બદલાવ

Text To Speech

ચેન્નઈ, તા.28 માર્ચ, 2025: આઈપીએલ 2025માં આજે આઠમો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. મેચમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગનો ફેંસલો કર્યો હતો. આ મેચમાં સીએસકે એ પ્લેઇંગ-11 માં એક ફેરફાર કર્યો હતો.. નાથન એલિસની જગ્યાએ પથિરાનાને તક આપી હતી. આરસીબીએ પણ પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો. ભુવનેશ્વર કુમારની વાપસી થઈ હતી.

આરસીબી: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

સીએસકે: રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથિશા પથિરાના, ખલીલ અહેમદ.


આરસીબીએ ચેન્નઈના સ્પિનર્સ ત્રિપુટીથી સાવધ રહેવું પડશે

આરસીબીએ ચેન્નઈના સ્પિનર્સથી સાવધ રહેવું પડશે. ચેન્નઈ પાસે અનુભવી રવિન્દ્ર જાડેજા છે. લાંબા સમયથી ટીમનો ભાગ છે, જ્યારે ગયા વર્ષે ખેલાડીઓની હરાજીમાં રવિચંદ્રન અશ્વિનને ટીમમાં ઉમેર્યો હતો. ટીમે અફઘાનિસ્તાનના ડાબા હાથના કાંડા સ્પિનર નૂર અહેમદને પણ ટીમમાં સામેલ કર્યો છે અને આ ત્રણેય ખેલાડીઓએ થોડા દિવસ પહેલા પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે સારું પ્રદર્શન કર્યું હતું. મુંબઈ સામે, ત્રણેયે મળીને 11 ઓવર ફેંકી હતી અને 70 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં પણ તેમની પાસેથી આવા જ દેખાવની આશા રાખવામાં આ છે.

આરસીબીની 17 વર્ષના દુષ્કાળનો અંત લાવવા પર નજર

આ મેચમાં,આરસીબી ચેપોક ખાતે જીત માટે 17 વર્ષની રાહનો અંત લાવવાનો પ્રયાસ કરશે. આરસીબીએ અહીં ફક્ત એક જ વાર સીએસકતને હરાવ્યું છે. 2008માં આઈપીએલ શરૂ થઈ ત્યારે હરાવ્યું હતું. તે બાદ આરસીબી અહીં ક્યારેય જીતી શક્યું નથી.

આ પણ વાંચોઃ Video: ‘RCB આ વખતે નહીં વિજેતા બને તો હું મારા પતિને છૂટાછેડા આપી દઈશ’

Back to top button