IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સે જીત્યો ટોસ, મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ

Text To Speech

ચેન્નઈ, તા. 23 માર્ચ, 2025: IPL 2025નો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલા મુકાબલામાં ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે.

સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે તેમની પ્લેઇંગ 11 માં ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં નૂર અહેમદ, નાથન એલિસ, રચિન રવિન્દ્ર અને સેમ કુરનનો સમાવેશ થાય છે. મુંબઈએ વિદેશી ખેલાડીઓ તરીકે રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટને ટીમમાં સામેલ કર્યા છે.

બંને ટીમોના પ્લેઇંગ 11 નીચે મુજબ છે

ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, દીપક હુડા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કુરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ, ખલીલ અહેમદ

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકટકિપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, રોબિન મિન્ઝ, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ

આ પણ વાંચોઃ ઈશાન કિશનની આંધીમાં ઉડ્યું રાજસ્થાન, ફટકારી આઈપીએલની પ્રથમ સદી

Back to top button