દિલ્હી કેપિટલ્સે સીએસકેને આપ્યો 184 રનનો ટાર્ગેટ, રાહુલના 77 રન
નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 2025ઃ આઈપીએલ 2025માં 17મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 183 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલની અડધી સદીની મદદથી સીએસકેને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને રાહુલે 51 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા.સીએસકે તરફથી ફાસ્ટ બોલર ખલીલ અહેમદે બે વિકેટ લીધી, જ્યારે રવિન્દ્ર જાડેજા, નૂર અહેમદ અને મથીશા પથિરાનાએ એક-એક વિકેટ લીધી હતી.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકે માટે રાહતની વાત એ છે કે તેનો નિયમિત કેપ્ટન ફિટ થઈ ગયો છે અને આ મેચમાં રમી રહ્યો છે. દિલ્હીએ આ મેચ માટે એક ફેરફાર કર્યો છે અને ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ સમીર રિઝવીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. ડુ પ્લેસિસ ફિટ ન હોવાને કારણે આ મેચમાં રમી રહ્યો નથી. આ મેચ માટે સીએસકેએ બે ફેરફાર કર્યા હતા. જેમી ઓવરટનની જગ્યાએ ડેવોન કોનવેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠીની જગ્યાએ મુકેશ ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી.
Jadeja 🤝 Dhoni = Chennai’s Delight 💛
🎥 Enjoy this moment of fielding brilliance from the two #CSK greats 🙌
Scorecard ▶ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC | @msdhoni | @imjadeja | @ChennaiIPL pic.twitter.com/rdC5qgDivB
— IndianPremierLeague (@IPL) April 5, 2025
દિલ્હી કેપિટલ્સ: જેક ફ્રેઝર મેકગર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: મુકેશ કુમાર, કરુણ નાયર, દર્શન નલકાંડે, ડોનોવન ફરેરા, ત્રિપુરાણા વિજય.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: શિવમ દુબે, જેમી ઓવરટોન, શેખ રાશિદ, કમલેશ નાગરકોટી, નાથન એલિસ.
આ પણ વાંચોઃ આઈપીએલઃ બુમરાહ કરશે વાપસી, આ ટીમ સામે રમશે મેચ












