આઈપીએલ 2025 : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની માત્ર 35 બોલમાં ફાસ્ટેસ્ટ સદી, RRની 8 વિકેટે જીત

જયપુર, 28 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 47મી મેચમાં, ગુજરાત ટાઇટન્સ (GT) આજે રાજસ્થાન રોયલ્સ (RR) સામે સવાઈ માનસિંગ સ્ટેડિયમ જયપુર ખાતે મેચ રમી રહ્યું છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ રાજસ્થાને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 209 રન કરી RRને 210 રનનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો જેને ચેઝ કરતા માત્ર 14 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી પણ 102 રન કરી તે આઉટ થઇ ગયો હતો. રાજસ્થાનની 8 વિકેટે જીત થઇ હતી. આ મેચમાં જયસ્વાલ પણ અર્ધસદી કરી હતી.
ટોસ પછી, ગુજરાત પ્રથમ બેટિંગ કરવા આવ્યું અને તેની શરૂઆત શાનદાર રહી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને દરેક બોલરનો સામનો કર્યો હતો. ગિલે આક્રમક બેટિંગ કરી અને 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. બીજા છેડેથી સુદર્શને પણ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. 10 ઓવર પછી ગુજરાતનો સ્કોર 92-0 હતો.
ગુજરાતને 11મી ઓવરમાં શરૂઆતમાં જ ફટકો પડ્યો જ્યારે સાઈ સુદર્શનને તીકષ્ણાએ આઉટ કર્યો. સુદર્શને 39 રનની ઇનિંગ રમી. આ પછી બટલર અને ગિલે જવાબદારી સંભાળી. બંને તરફથી જબરદસ્ત બેટિંગ થઈ રહી હતી. ગુજરાતનો સ્કોર 15 ઓવરમાં 150 ને પાર કરી ગયો. ૧૭મી ઓવરમાં ગિલની વિકેટ પડી. ગિલે 50 બોલમાં 84 રનની ઇનિંગ રમી. આ પછી બટલરે પણ ફિફ્ટી ફટકારી. જેના આધારે ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષ્ણ, સંદીપ શર્મા, યુદ્ધવીર સિંહ ચારક.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): સાઇ સુદર્શન, શુભમન ગિલ (સી), જોસ બટલર (વિકેટમાં), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કરીમ જનાત, રશીદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ કૃષ્ણ.












