મુંબઈ, 3 મે : મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની આજે 51મી મેચમાં સામસામે છે. મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી 10માંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે 9 મેચ રમી છે અને છમાં જીત મેળવી છે.
મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11: ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.
ઈમ્પેક્ટ પ્લેયરઃ રોહિત શર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ-11: ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયરઃ મનીષ પાંડે