ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આ સિઝનમાં માત્ર ઘણી ટીમોના ખેલાડીઓના સ્તરે જ બદલાવ થશે એટલું જ નહીં, ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હવે શુભમન ગિલ છે, જે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ સંભાળશે. શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. જ્યારે રિષભ પંત ફરીથી દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન સંભાળી શકે છે.
જો કે, KKR એ તેની ટીમમાં સૌથી મોટા ફેરફાર તરીકે ગૌતમ ગંભીરને મેન્ટર તરીકે પાછા બોલાવ્યા છે. ગંભીરના નેતૃત્વમાં કેકેઆર 2012 અને 2014માં બે વખત ચેમ્પિયન બની હતી. આ વખતે શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. શ્રેયસ અય્યર ગત સિઝનમાં ફિટ નહોતો. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ નીતિશ રાણાએ કેપ્ટનશીપ સંભાળી હતી. નીતિશના નેતૃત્વમાં KKR ટીમનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. KKR એ IPL 2023 સીઝનમાં 14 માંથી 6 મેચ જીતી હતી, અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે કોલકાતાની ટીમ 7મા નંબર પર હતી.
ઉપરાંત આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. દિલ્હીએ 14માંથી 5 મેચ જીતી હતી. તે પોઈન્ટ ટેબલમાં 10માંથી 9મા ક્રમે હતી. 2023માં ઋષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે દિલ્હીની કપ્તાની સંભાળી હતી. ઋષભ પંત રોડ અકસ્માતને કારણે IPL રમી શક્યો ન હતો.