IPL 2024: MS ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી, ઋતુરાજ ગાયકવાડ બનશે નવા કેપ્ટન
IPL 2024ની આગામી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે CSKને લઇ સસ્પેન્સ યથાવત હતું. જો કે હવે તેનો અંત આવ્યો છે. આજે ટીમે તેના કેપ્ટનની જાહેરાત કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી છે. મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં કેપ્ટન રહેશે નહીં.
ધોની લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો. તેમની કપ્તાની હેઠળ CSKએ પણ પાંચ વખત ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે તેઓ આ જવાબદારી સંભાળશે નહીં. ધોનીનો કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગમાં પણ સારો રેકોર્ડ છે. રૂતુરાજ પ્રતિભાશાળી ખેલાડી છે. આ કારણોસર મેનેજમેન્ટે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
IPL પહેલા ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે તેની જગ્યાએ રૂતુરાજ ટીમની કમાન સંભાળશે. ધોની આઈપીએલ 2008થી ટીમ સાથે છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુક્યું છે. CSK એ 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટાઇટલ જીત્યું હતું. CSKએ ગત સિઝનની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.
રૂતુરાજ ચેન્નાઈ સુપર કિંગ્સનો ચોથો સુકાની
મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને ફ્રેન્ચાઈઝીની કપ્તાની સોંપવામાં આવી છે. રૂતુરાજ ચેન્નાઈ સુપર કિંગ્સનો ચોથો સુકાની છે. તેમના પહેલા મહેન્દ્ર સિંહ ધોની સિવાય સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા પણ ફ્રેન્ચાઈઝીની કમાન સંભાળી ચુક્યા છે.
ધોનીએ 235 મેચમાં કેપ્ટનશિપ કરી હતી
ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં 235 મેચ રમી છે. આ દરમિયાન ટીમે 142 મેચ જીતી છે અને 90માં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ટાઈ રહી છે અને 2 અનિર્ણિત રહી છે. સુરેશ રૈનાની કપ્તાનીમાં CSKએ 6 મેચ રમી છે અને માત્ર 2માં જ જીત મેળવી છે. રૈનાની કપ્તાનીમાં ચેન્નાઈ 3 મેચ હારી અને 1 મેચ ટાઈ પણ રહી.
જાડેજાને કમાન સોંપવામાં આવી હતી
રવીન્દ્ર જાડેજાને IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાની કપ્તાનીમાં CSKએ 8 મેચ રમી અને માત્ર 2માં જ જીત મેળવી. ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ધોનીને ફરીથી ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનાવવામાં આવ્યો. આવી સ્થિતિમાં, શું આ વખતે પણ આવું કંઈક જોવા મળશે? જો રુતુરાજની કપ્તાનીમાં ચેન્નાઈનું પ્રદર્શન સારું નહીં રહે તો ટીમ નવા કેપ્ટનની શોધ કરી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનનું પ્રદર્શન
મહેન્દ્ર સિંહ ધોની: 235 મેચ
રવિન્દ્ર જાડેજાઃ 8 મેચ
સુરેશ રૈના: 6 મેચ
નાણાપ્રધાન મળ્યા RBI ગવર્નર અને SEBI ચીફને, એપ્રિલમાં આવશે નવી નાણાકીય નીતિ
ચૂંટણી અધિકારીઓની નિમણૂકના મુદ્દે SC તરફથી કેન્દ્રને રાહત, કાયદા પર સ્ટે આપવા ઈનકાર