IPL 2024: પંજાબ કિંગ્સે સંજય બાંગરને સોંપી મોટી જવાબદારી
સંજય બાંગર IPL 2024 પહેલા પંજાબ કિંગ્સ સાથે જોડાયો છે. પંજાબ કિંગ્સે સંજય બાંગરને ક્રિકેટ ડેવલપમેન્ટના વડા તરીકે નિયુક્ત કર્યા છે. બાંગરે અગાઉ ઘણી ટીમો માટે કોચિંગ સ્ટાફમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પંજાબે સંજય વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. IPL 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. તમામ ટીમો આ હરાજીની તૈયારીમાં વ્યસ્ત છે.
We are delighted to announce the return of our sher, Sanjay Bangar as the new Head of Cricket Development at Punjab Kings.
Mr. Bangar brings a wealth of experience and expertise to our organization, and we are confident that under his leadership, our cricket development… pic.twitter.com/oDamatwpYg
— Punjab Kings (@PunjabKingsIPL) December 8, 2023
પંજાબ કિંગ્સે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે બાંગરના ફોટો સાથે લખ્યું હતું કે, અમને જણાવતા આનંદ થાય છે કે અમારો સિંહ સંજય બાંગર પાછો ફર્યો છે. તેને પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા બનાવવામાં આવ્યા છે. બાંગર અમારી ટીમમાં અનુભવ લાવે છે. અમને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં અમારી ટીમ નવી ઊંચાઈઓ પર પહોંચશે.
સંજય આ પહેલા પણ પંજાબ સાથે જોડાયેલો છે. તે જાન્યુઆરી 2014માં કિંગ્સ ઈલેવન પંજાબનો આસિસ્ટન્ટ કોચ બન્યો હતો. જો કે આ પછી ટીમનું નામ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. તે અન્ય IPL ટીમો સાથે પણ જોડાઈ ગયો છે. તેમણે મુખ્ય કોચની ભૂમિકા પણ ભજવી છે. સંજયે કોલકાતા નાઈટ રાઈડર્સ અને કોચી ટસ્કર્સ સાથે પણ કામ કર્યું છે. બાંગરે ભારત A અને ટીમ ઈન્ડિયા માટે કોચિંગ સ્ટાફમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.