ટ્રેન્ડિંગસ્પોર્ટસ

આઈપીએલ 2024: નવો કેપ્ટન પેટ કમિન્સ હૈદરાબાદનું નસીબ બદલી શકશે!

Text To Speech

04 માર્ચ, 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરીને મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ છેલ્લી સિઝન એટલે કે 2023માં ચાર્જ સંભાળનાર એડન માર્કરમને બરતરફ કરી દીધો છે. આઈપીએલ 2024 માટે યોજાયેલી મીની હરાજીમાં કમિન્સને હૈદરાબાદે રૂ. 20.50 કરોડની કિંમતે ખરીદ્યો હતો. આ કિંમતે વેચાઈને, કમિન્સ આઈપીએલ ઈતિહાસમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો.

સનરાઇઝર્સ હૈદરાબાદ, જેણે કમિન્સને મોટી રકમમાં ખરીદ્યો હતો, તેણે હવે તેને નવી જવાબદારી સોંપી છે અને તેને 22 માર્ચથી શરૂ થનારી IPL 2024 માટે કેપ્ટન બનાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા દ્વારા નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. હૈદરાબાદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, “અમારો નવો કેપ્ટન પેટ કમિન્સ.”

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2023માં એડન માર્કરમની કેપ્ટનશીપમાં રમતી વખતે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. માર્કરમની કપ્તાનીમાં ટીમ 14 લીગ મેચમાંથી માત્ર 4 જ જીતી શકી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા ક્રમે હતી. ગત સિઝનના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે આ ફેરફાર કર્યો છે. કમિન્સ અત્યારે સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેમની કપ્તાની હેઠળ, કમિન્સે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બનાવ્યું હતું.

તેમની કપ્તાની હેઠળ, કમિન્સે ODI વર્લ્ડ કપ 2023 પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતીને ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ ચેમ્પિયન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં ચાહકોને આશા હશે કે આ વખતે કમિન્સ તેની કેપ્ટનશિપમાં હૈદરાબાદને ચેમ્પિયન બનાવશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હૈદરાબાદ કમિન્સની કેપ્ટનશીપમાં શું કરી શકે છે.

Back to top button