IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : નારાયણ અને સોલ્ટની ધમાકેદાર ઈનિંગ, LSGને મળ્યો 236 રનનો ટાર્ગેટ

Text To Speech

લખનૌ, 5 મે : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં આજની મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે જેમાં એલએસજીના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં કોલકાતાએ 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સુનીલ-સોલ્ટએ લખનૌમાં જોરદાર ઇનિંગ્સ રમી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. ઓપનર સુનીલ નારાયણે 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે ફિલ સોલ્ટ સાથે બીજી વિકેટ માટે 46 બોલમાં 79 રનની ભાગીદારી કરી હતી. સુનીલ 39 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 7 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. જ્યારે સોલ્ટે 14 બોલમાં 32 રન બનાવ્યા હતા. અંગક્રિશ રઘુવંશીએ પણ 32 રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 15 બોલમાં 23 રન અને રમનદીપ સિંહે 6 બોલમાં 25 રન બનાવ્યા હતા. નવીન ઉલ હકે લખનૌ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી. રવિ બિશ્નોઈ, યશ ઠાકુર અને યુદ્ધવીર સિંહને 1-1 સફળતા મળી હતી.

કોલકાતા આ મેચ જીતીને ટોપ પર પહોંચી જશે

લખનૌની ટીમે અત્યાર સુધી 10માંથી 6 મેચ જીતી છે. આ સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ, શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાની ટીમે 10માંથી 7 મેચ જીતી છે. આ સાથે KKRની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કોલકાતા નાઈટ રાઈડર્સ આ મેચ જીતી જાય છે, તો તેઓ પ્લેઓફમાં તેમનો પ્રવેશ લગભગ સુનિશ્ચિત કરી લેશે. તે પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર પહોંચી જશે અને રાજસ્થાન રોયલ્સ (RR)ને પાછળ છોડી દેશે.

આ મેચમાં કોલકાતા-લખનૌની પ્લેઈંગ-11

લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન અને યશ ઠાકુર.

ઈમ્પેક્ટ સબ: અરશિન કુલકર્ણી, મણિમરણ સિદ્ધાર્થ, કે ગૌતમ, યુદ્ધવીર સિંહ અને દેવદત્ત પડિકલ.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ સબ: અનુકુલ રોય, મનીષ પાંડે, શ્રીકર ભરત, શેરફેન રધરફોર્ડ અને વૈભવ અરોરા.

Back to top button