IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2024 MI vs SRH: મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech
  • આજની મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
  • બંને ટીમો સિઝનની પહેલી જીત નોંધાવવા મેદાને ઉતરશે

હૈદરાબાદ, 27 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમો સામસામે છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં મુંબઈએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

હાર્દિક પંડયાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સે હરાવ્યું હતું. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેની એક-એક મેચ રમાઈ છે. જેમાં બંને ટીમોને હાર મળી છે, જેથી આજે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બંને ટીમો આ સિઝનની પહેલી જીત નોંધાવવા માટે મેદાને ઉતરશે.

બંનેે ટીમોની પ્લેઇંગ ઈલેવન:

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (ડબ્લ્યુ), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન: ઈશાન કિશન (ડબ્લ્યુ), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (સી), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, ક્વેના મફાકા

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો

અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 21 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 12, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 9 મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો સર્વશ્રેષ્ઠ સ્કોર 200 રન છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો સર્વોચ્ચ સ્કોર 235 રન છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ એક વખત IPL ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

આ પણ વાંચો: IPL દરમિયાન ખૂબ જ ડિમાન્ડમાં રહેતો બોલ કેવી રીતે તૈયાર થાય છે, જાણો

Back to top button