નવી મુંબઈ, 1 એપ્રિલ : મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આમને-સામને છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે રાજસ્થાન સામે 126 રનનો નાનો ટાર્ગેટ આપ્યો છે.
બોલ્ટ અને ચહલે મુંબઈની ટીમને સમેટી લીધી
મેચમાં મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 20 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 3 અને નાન્દ્રે બર્જરે 1 વિકેટ લીધી હતી. આ પછી સુકાની હાર્દિક પંડ્યાએ 34 અને તિલક વર્માએ 32 રન બનાવીને ઈનિંગની કમાન સંભાળી હતી. અંતે ટિમ ડેવિડે 17 રન બનાવ્યા અને મુંબઈને 9 વિકેટે 125 રન સુધી પહોંચાડી દીધું. આ મેચમાં ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ લઈને મુંબઈના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. જ્યારે સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લઈને મિડલ ઓર્ડરને સંપૂર્ણપણે બરબાદ કરી દીધો હતો. નાન્દ્રે બર્જરે 2 અને અવેશ ખાને 1 વિકેટ લીધી હતી.
મુંબઈ હજુ સુધી જીતનું ખાતું ખોલાવી શક્યું નથી
હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. તેણે બે મેચ રમી અને બંને હારી છે. હાલ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને છે. બીજી તરફ, રાજસ્થાન તેની બંને મેચ જીતીને ત્રીજા સ્થાને છે.