મુંબઈ, 17મે : આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની મેચ નંબર-67માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચમાં લખનૌએ મુંબઈને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સિઝનમાં પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે, જ્યારે લખનૌ પણ લગભગ બહાર થઈ ગયું છે.
આ મેચ માટે બંને ટીમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમવા આવ્યો હતો. ડીવાલ્ડ બ્રુઈસ અને રોમારિયો શેફર્ડને પણ તક મળી હતી. બીજી તરફ, લખનૌનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક આ મેચમાંથી બહાર રહ્યો, જ્યારે ઓપનર દેવદત્ત પડિકલ અને ઝડપી બોલર મેટ હેનરીને તક મળી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધીમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પાંચ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે ચાર મેચ અને મુંબઈ ઈન્ડિયન્સે એક મેચ જીતી હતી. જો જોવામાં આવે તો વર્તમાન સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે આવી છે. આ પહેલા 30 એપ્રિલે બંને વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં લખનૌનો 4 વિકેટે વિજય થયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સનો પ્લેઈંગ-11: ઈશાન કિશન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, દેવલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નેહલ વાધેરા, રોમારિયો શેફર્ડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા.
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ-11: કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પુરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, અરશદ ખાન, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન.