IPL-2024ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2024 : હૈદરાબાદ-મુંબઈ પહેલી જીત માટે ઉતરશે મેદાને, હાર્દિકની થશે પરીક્ષા !

Text To Speech
  • આજની મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
  • બંને ટીમો સિઝનની પહેલી જીત નોંધાવવા મેદાને ઉતરશે

હૈદરાબાદ, 27 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમો સામસામે છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં IPLની આ 8મી મેચ રમાશે. હાર્દિક પંડયાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સે હરાવ્યું હતું. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેની એક-એક મેચ રમાઈ છે. જેમાં બંને ટીમોને હાર મળી છે, જેથી આજે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બંને ટીમો આ સિઝનની પહેલી જીત નોંધાવવા માટે મેદાને ઉતરશે.

સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત ઈલેવન: મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (WK), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સેન, પેટ કમિન્સ (C), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન [ઈમ્પેક્ટ સબ: નટરાજન માટે અભિષેક શર્મા].

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત ઈલેવન: રોહિત શર્મા, ઈશાન કિશન (WK), તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (C), ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, લ્યુક વૂડ [ઈમ્પેક્ટ સબ: ડેવાલ્ડ બ્રેવિસ ફોર વુડ].

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો

અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 21 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 12, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 9 મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો સર્વશ્રેષ્ઠ સ્કોર 200 રન છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો સર્વોચ્ચ સ્કોર 235 રન છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ એક વખત IPL ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

આ પણ વાંચો: શુભમન ગિલને બેવડો ઝટકો, ગુજરાત ટાઇટન્સની હાર બાદ લાગ્યો લાખોનો દંડ!

Back to top button