IPL 2024: ગુજરાત ટાઈટન્સે નવા કેપ્ટનની કરી જાહેરાત, જાણો કોને મળી કમાન ?
- હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડ્યા બાદ ગુજરાત ટાઈટન્સે એક મોટું પગલું ભર્યું છે. ગુજરાત ટાઇટન્સે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
નવી દિલ્હી, 27 નવેમ્બર: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો છે.
🚨 CAPTAIN GILL reporting!
𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐒𝐡𝐮𝐛𝐦𝐚𝐧 𝐆𝐢𝐥𝐥 is ready to lead the Titans in the upcoming season with grit and exuberance 👊
Wishing you only the best for this new innings! 🤩#AavaDe pic.twitter.com/PrYlgNBtNU
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘શુભમન ગિલ છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર રીતે આગળ વધ્યો છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે, જેથી અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.
શુભમન ગિલ IPL 2023માં કર્યો હતો કમાલ
શુભમન ગિલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપ જીતી હતી. ગિલે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન પણ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનવાની રેસમાં હતો, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝીએ આ યુવા ભારતીય ખેલાડીને મહત્વ આપ્યું છે.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
24 વર્ષીય શુભમન ગીલે વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલની શરૂઆત કરી હતી. ગિલે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 91 મેચ રમી છે, જેમાં તેણે 37.70ની એવરેજથી 2790 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 18 અડધી સદી ફટકારી છે. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 129 રન રહ્યો છે. શુભમન ગિલે તેની IPL કરિયરમાં 273 ફોર અને 80 સિક્સર ફટકારી છે. IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.
આ પણ વાંચો: IPL Breaking : GT ને મોટો ઝટકો, રિટેનના 2 જ કલાકમાં હાર્દિક પંડ્યાની MI માં ઘરવાપસી
- હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ સાથેની સફર પુરી કરી MI માં જવાના નિર્ણય બાદ GTએ હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયાના X હેન્ડલ (અગાઉ ટ્વિટર) પર શુભકામનાઓ પાઠવી છે.
Farewell and best wishes on your next journey.
Go well, HP! #IPLRetention pic.twitter.com/awCxZzXesc— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023