

ચેન્નાઇ, 22 માર્ચ : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆતની મેચમાં ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે. આ મેચમાં ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે CSKની ટીમ આ મેચમાં બોલિંગ કરી રહી છે.
CSKના પ્લેઇંગ-11માં ડેરીલ મિશેલ, રચિન રવિન્દ્ર, મતિશા પાથિરાના અને મુસ્તાફિઝુર રહેમાન જેવા વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. રચિન રવિન્દ્ર ઉપરાંત સમીર રિઝવી પણ આઈપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો છે. બીજી તરફ, ફાફ ડુ પ્લેસિસ, કેમરોન ગ્રીન, અલ્ઝારી જોસેફ અને ગ્લેન મેક્સવેલને RCBના પ્લેઈંગ-11માં વિદેશી ખેલાડીઓ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ તિક્ષિના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.