IPL-2024અમદાવાદગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : કેપ્ટન ગિલ અને સુદર્શનની સદી, CSKને આપ્યો 232 રનનો ટાર્ગેટ

Text To Speech

અમદાવાદ, 10 મે : આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર 59 માં ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર છે. મેચમાં ગુજરાતે CSKને જીતવા માટે 232 રનનો ટાર્ગેટ આપ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. વર્તમાન સિઝનમાં ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી 11માંથી માત્ર ચાર મેચ જીતી છે. બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન ટીમ CSKએ 11 મેચ રમી અને 6માં જીત મેળવી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 3 વિકેટે 231 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શને સદીની ઇનિંગ્સ રમી હતી. ગિલે 55 બોલમાં 104 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સુદર્શે 51 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. સુદર્શને પોતાની ઇનિંગમાં સાત સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી. ગિલની આઈપીએલ કારકિર્દીની આ ચોથી સદી હતી, જ્યારે સુદર્શને આઈપીએલમાં પ્રથમ વખત સદી ફટકારી હતી.

ગિલ અને સુદર્શને મળીને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ સંયુક્ત સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. ગિલ-સુદર્શને ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલના રેકોર્ડની બરાબરી કરી. ડીકોક-રાહુલે IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ વિકેટ માટે અણનમ 210 રન જોડ્યા હતા.

Back to top button