IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL-2024 હરાજીઃ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો, જાણો કયા પ્લેયર્સને કઈ ટીમે ખરીદ્યા

દુબઈ, 19 ડિસેમ્બર:  દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મીની હરાજી ચાલુ છે. જેમાં 216 ભારતીય અને 116 વિદેશી ખેલાડીઓના નામ પર બોલી લાગી રહી છે. આ 332 ખેલાડીઓને 19 સેટમાં વહેંચવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ગુજરાતે પણ પોતાની ટીમમાં સામેલ કરવા માટે અંત સુધી બોલી લગાવી હતી.

આ જ હરાજીમાં ઑસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ  20.50 કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. જો કે,  હરાજીમાં હર્ષલ પટેલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL Auction 2024માં વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ 14 કરોડ રૂપિયામાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયો છે. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રને માત્ર 1.80 કરોડમાં વેચાયો છે. શ્રીલંકાના વનિન્દુ હસરંગા પણ રૂ. 1.50 કરોડમાં હૈદરાબાદની ટીમમાં સામેલ થયો છે. જ્યારે ભારતનો ફાસ્ટ બૉલર ઉમેશ યાદવને લખનઉ સુપર જાયન્ટ્સે 6.40 કરોડમાં ખરીદ્યો છે. જુઓ હવે અત્યાર સુધી હરાજીમાં ખરીદાયેલા ખેલાડીઓની વિગતવાર માહિતી…

અત્યાર સુધી હરાજી થનારા ખેલાડીઓની વિગત:

  1. સૌપ્રથમ બોલી શરૂ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમે રોવમેન પોવેલનને 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  2. દિલ્હી કેપિટલ્સ ઈંગ્લેન્ડના પ્લેયર હેરી બ્રુકને 4 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો.
  3. ટ્રેવિસ હેડને સનરાઇઝર્સે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  4. રચિન રવિન્દ્રને ચેન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  5. શાર્દુલ ઠાકુરને ચેન્નઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  6. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  7. ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  8. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  9. ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂ.માં ડેરીલ મિશેલને ખરીદ્યો. તેણે વર્લ્ડ કપમાં ભારત સામે બે સદી ફટકારી હતી.
  10. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  11. ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમની ટીમમાં રૂ. 50 લાખની મૂળ કિંમતે સામેલ કર્યા છે.
  12. KS ભરતને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
  13. RCBએ અલઝારી જોસેફને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  14. ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  15. લખનઉ સુપર જાયન્ટ્સે 6.40 કરોડમાં શિવમ માવીને પોતાની ટીમ સામેલ કર્યો
  16. કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ તોડ કિંમતમાં ખરીદ્યો છે.
  17. જયદેવ ઉનડકટને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  18. શ્રીલંકાના પ્લેયર દિલશાન મદુશંકા 4.60 કરોડ રૂપિયામાં વેચાયા

આ પણ વાંચો: હરાજી પહેલા જ 3 વિદેશી ખેલાડીઓનો IPL નહીં રમવાનો નિર્ણય

Back to top button