IPL-2024ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

IPL 2024: ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ, રહેમાન, સોનૂ નિગમ આપશે પરફોર્મન્સ

Text To Speech
  • બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ખાસ પરફોર્મન્સ આપશે. આ સિવાય ગાયક-સંગીતકાર એ આર રહેમાન અને ગાયક સોનૂ નિગમ પણ પરફોર્મ કરશે

21 માર્ચ, ગુરુવારઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઈંતેઝાર હવે ખતમ થવા જઈ રહ્યો છે. રોમાંચક IPL ટૂર્નામેન્ટ 22 માર્ચ 2024થી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટનો પ્રથમ મુકાબલો જ બ્લોક બસ્ટર થવાનો છે, જે દર્શકોને રોમાંચથી ભરી દેશે. જોકે આ પહેલા IPLની ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ તડકો લગાવવા તૈયાર છે. IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરશે. આ માહિતી IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.

બોલિવૂડના કયા સ્ટાર્સ કરશે પરફોર્મન્સ?

બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ખાસ પરફોર્મન્સ આપશે. આ દિવસોમાં આ બંને કલાકારો તેમની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે, ફિલ્મની રીલીઝ પહેલા, દર્શકોને આ જોડી IPLની ઓપનિંગ સેરેમનીના સ્ટેજ પર જોવા મળશે. આ સિવાય ગાયક-સંગીતકાર એ આર રહેમાન અને ગાયક સોનૂ નિગમ પણ પરફોર્મ કરશે.

ક્યારે અને ક્યાં જોઈ શકાશે મેચ?

IPLની ઓપનિંગ સેરેમનીનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. તે 22 માર્ચે સાંજે 6:30 કલાકે શરૂ થશે. ઓપનિંગ સેરેમની પછી, સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) વચ્ચે રાત્રે 8 વાગ્યે રમાશે. ચેન્નાઈની ટીમની કમાન એસએસ ધોની સંભાળશે, જ્યારે આરસીબીની કમાન દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ફાફ ડુપ્લેસીના હાથમાં હશે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ CSKએ પાંચ વખત IPL ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. IPL 2024નું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે.

આ પણ વાંચોઃ ક્રિકેટ અને ચૂંટણી બંનેની વ્યસ્ત સીઝન શરૂ થઈ રહી છે, કોણ હાવી રહેશે?

Back to top button