- રાજસ્થાન રોયલ્સે 8.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે
- પત્ની નિર્વાણી મોડેલ અને એન્ટરપ્રિન્યોર છે
- ફેસબુકથી બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઇ
કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ વાતની સાબિતી IPLના એક કપલમાં જોવા મળી. આ ખેલાડી વિસ્ફોટક બેટિંગ કરે છે. તેને જોઇને વિરોધી બોલરો ફફળી ઉઠે છે. આ ખેલાડીની કોચ તેની પત્ની જ છે. પત્નીના આવવાથી આ ખેલાડીનું નસીબ જ બદલાઈ ગયું. દરેક મેચ પર તેની બાઝ નજર હોય છે અને એક એક મેચનો હિસાબ રાખે છે. આ ખેલાડીની પત્ની પણ ખૂબ સુંદર અને હોટ છે. તમને પણ જાણવાની ઉત્સુકતા હશે કે કોણ છે આ ખેલાડી અને કેવી છે એની પત્ની. તો ચાલો તમને જણાવી દઈએ.
આ ખેલાડી છે રાજસ્થાન રોયલ્સનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર. રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઇટન્સ સામે શિમરોન હેટમાયરને એકલા હાથે જીતવામાં મદદ કરવામાં તેની પત્ની નિર્વાણી હેટમાયરનો મોટો હાથ છે. વાસ્તવમાં શિમરોનની પત્ની તેની કોચ છે. શિમરોનને વધુ સારી વ્યક્તિ બનાવવા અને તેની રમતમાં સુધારો કરવા માટે નિર્વાનીએ સખત મહેનત કરી. પત્ની નિર્વાણી હંમેશા તેના સપોર્ટમાં રહે છે.
આ પણ વાંચો : IPL 2023: રાજસ્થાને દિલ્હીને 57 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર રાજસ્થાનની ટીમ
રાજસ્થાને 8.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
નિર્વાણીની મહેનતનું જ પરિણામ હતું કે શિમરોનની ગણના વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાં થવા લાગી અને તેનો ધમાકો જોઈને IPLમાં પણ તેની ખૂબ માંગ છે. રાજસ્થાને શિમરોનને ટીમમાં સામેલ કરવા માટે 8.2 કરોડ રૂપિયામાં ખર્ચ્યા હતા.
આ પણ વાંચો : IPL-2023 : તમારી મનપસંદ ટીમમાંથી આ ખેલાડીઓ થયા રિટેન અને રિલીઝ, જાણો સમગ્ર યાદી
IPL 2023માં શિમરોન 5માંથી 4 વખત નોટઆઉટ
શિમરોન પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. આ વિસ્ફોટક બેટ્સમેને IPL 2023માં પણ પોતાની યોગ્યતા સાબિત કરી હતી. IPL 2023માં રાજસ્થાને અત્યાર સુધી 5 મેચ રમી છે અને શિમરોન 5 માંથી 4 વખત નોટઆઉટ રહ્યો હતો. તેણે ગુજરાત ટાઇટન્સ સામે લીગની આ સિઝનની તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. શિમરોને 26 બોલમાં અણનમ 56 રન ફટકારીને ગુજરાતની જીત છીનવી લીધી હતી.
પત્ની નિર્વાણી મોડેલ અને એન્ટરપ્રિન્યોર
વિસ્ફોટક બેટ્સમેનની પત્ની નિર્વાણી વિશે વાત કરીએ તો, તે મોડેલ અને એન્ટરપ્રિન્યોર છે તેમજ 12મું પાસ છે, પરંતુ તે તેના પતિની રમતનો સંપૂર્ણ હિસાબ રાખે છે. તે તેની રમત પર પણ ચાંપતી નજર રાખે છે. એક ઈન્ટરવ્યુમાં શિમરોને તેની પત્નીને તેની કોચ ગણાવી હતી. તેના કહેવા પ્રમાણે, નિર્વાણીએ તેને તેની રમતને વિસ્ફોટક બનાવવા પાછળ સખત મહેનત કરી છે અને તે હંમેશા તેની સાથે રહે છે.
આ પણ વાંચો : ના ઉમ્ર કી સીમા હો : આ બોલિવૂડ કપલ્સે 40 વર્ષની ઉંમર બાદ લીધા સાત ફેરા
ફેસબુકવાળો પ્રેમ
બંનેની લવસ્ટોરી વિશે વાત કરતાં શિમરોન નિર્વાણીને ફેસબુક પર મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સના આ વિસ્ફોટક બેટ્સમેને તેને લગભગ 2 મહિના સુધી મેસેજ કર્યા અને 2 મહિના પછી તેને નિર્વાણીનો જવાબ મળ્યો. આ પછી, બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, શિમરોને ડિસેમ્બર 2019માં પ્રપોઝ કર્યું. આ પછી બંનેએ લગ્ન કરી લીધા. શિમરોન પણ ગયા વર્ષે જ પિતા બન્યો હતો.