IPL 2023 : શુભમન ગિલ ટાઇટન્સમાંથી અલગ થશે ? CSKમાં લઈ શકે છે બાપુનું સ્થાન


IPLની છેલ્લી સિઝનમાં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ ટીમ પ્રથમ વખત લીગ રમી રહી હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં નબળી ગણાતી આ ટીમ મોટી ટીમોને હરાવીને ચેમ્પિયન બની હતી. તેની જીતમાં ઓપનર શુભમન ગિલે મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારે એક અહેવાલ પ્રમાણે ગિલ ફ્રેન્ચાઇઝી છોડી શકે છે. આજે શનિવારે ગુજરાત ટાઇટન્સે એક ટ્વિટ કર્યું, જેના પછી ચર્ચા થઈ કે ગિલ ટીમ છોડવા જઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સે લખ્યું, “તે એક યાદગાર પ્રવાસ રહ્યો છે. શુભમન ગિલ, અમે તમને તમારા આગામી પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ!” ગિલે પણ આ ટ્વિટનો જવાબ આપ્યો. તેણે હાર્ટ અને હગ ઇમોજી શેર કર્યું.
આ રહી ટાઇટન્સે શેર કરેલી ટ્વિટ
CSK થી રવિન્દ્ર જાડેજા થઈ રહ્યા છે અલગ
વધુમાં એવું પણ સામે આવી રહ્યું છે કે CSK ના એક સમયે કેપ્ટન બનેલા રવિન્દ્ર જાડેજા તેને છોડી રહ્યા છે. ત્યારે આજે સામે આવેલી વિગત અનુસાર GT ને અલવિદા કહેનાર શુભમન ગિલ હવે સુપર કિંગ્સમાં બાપુનું સ્થાન લઈ શકે છે.