- IPL માં વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો
- એક મેદાન પર 2500 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરિશ્મા કર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 20મી મેચમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો હતો. બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં કોઈપણ એક મેદાન પર 2500 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન છે. વિરાટ કોહલીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ કરિશ્મા કર્યો છે. તેણે દિલ્હી સામેની મેચમાં 11 રન બનાવતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. 15 એપ્રિલની મેચમાં તેણે દિલ્હી સામે બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન કિંગ કોહલીએ 34 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
2️⃣5️⃣0️⃣0️⃣ out of the ♾️ reasons why we ❤️ King Kohli! ????
Most by any player at a single venue in the IPL! ????#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvDC @imVkohli pic.twitter.com/DzWQLsfq8G
— Royal Challengers Bangalore (@RCBTweets) April 15, 2023
એક સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે આ રેકોર્ડ વર્ષ 2016માં બનાવ્યો હતો. ત્યારબાદ વિરાટે સમગ્ર સિઝનમાં ધમાકેદાર બેટિંગ કરતા 973 રન બનાવ્યા હતા. IPLમાં તેના આ રેકોર્ડની આસપાસ વિશ્વનો કોઈ બેટ્સમેન નથી. તે વર્ષે વિરાટ કોહલીએ IPLમાં 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 113 રન હતો.
આઈપીએલમાં સૌથી વધુ રન
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે 227 મેચની 219 ઈનિંગમાં 6838 રન બનાવ્યા છે, બાકી 33 વખત નોટઆઉટ રહ્યો છે. IPLમાં તેના નામે 5 સદી અને 47 અડધી સદી છે. હવે તેની નજર IPLમાં 7000 રન પૂરા કરવા પર છે. વિરાટ કોહલી હાલમાં IPLમાં જે રીતે રમી રહ્યો છે તે જોતા તે આગામી કેટલીક મેચોમાં સાત હજાર રનનો આંકડો પૂરો કરશે. બીજી તરફ જો આઈપીએલ 2023ની વાત કરીએ તો વિરાટનું શાનદાર ફોર્મ ચાલુ છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં 214 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. હવે વિરાટ પણ ઓરેન્જ કેપની રેસમાં જોડાઈ ગયો છે.
આ પણ વાંચો : IPL 2023 : RCB ની 23 રને શાનદાર જીત, દિલ્હી કેપિટલ્સનો સતત 5મો પરાજય