IPL-2023 : તમારી મનપસંદ ટીમમાંથી આ ખેલાડીઓ થયા રિટેન અને રિલીઝ, જાણો સમગ્ર યાદી
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 સમાપ્ત થતાં, ક્રિકેટ ચાહકોનું ધ્યાન ટૂંક સમયમાં 15 નવેમ્બર મંગળવારના રોજ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ તરફ વળશે. તમામ 10 IPL ટીમો માટે તેમની યાદી જાહેર કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 16મી સીઝન (આઈપીએલ 2023) માટે રીલીઝ કરાયેલ અને જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓ 15 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. આઈપીએલ 2023 માટેની મીની હરાજી સંભવતઃ કોચીમાં 23મી ડિસેમ્બરે યોજાશે. હરાજી પહેલા, બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીઓને મંગળવાર સુધીમાં રિટેન કરાયેલા અને મુક્ત કરાયેલા ખેલાડીઓની યાદી આપવા માટે કહ્યું છે. એક અહેવાલ મુજબ, દરેક ટીમને INR 5 કરોડ (50 મિલિયન) ની વધારાની રકમ આપવામાં આવી છે, જે 2023 મીની-ઓક્શન માટે રકમ વધારીને રૂ. 95 કરોડ કરી છે.
IPL 2023ને લઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. IPL 2023ની મીની હરાજીની તારીખ 23 ડિસેમ્બર છે અને તે કોચીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી કઈ ટીમોએ ખેલાડીઓને રિટેન્શન અને રિલીઝ કરવાને લઈને નામ ફાઈનલ કર્યા છે.
IPL 2022 ની જેમ IPL 2023 માં પણ કુલ 10 ટીમો રમતા જોવા મળશે. 2023ની મીની હરાજીમાં જતા પહેલા તેમના ટીમ પાસે નોંધપાત્ર રકમ હોય તેની ખાતરી કરવા માટે તમામ ટીમો ખેલાડીઓને રીલીઝ અને રિટેન કરી રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
4 વખતની IPL ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની તાકાત વધારવા માટે સારા ખેલાડીઓની શોધમાં છે. તે IPL 2023ની મિની ઓક્શનમાં આ શોધને સમાપ્ત કરવા માંગે છે.
CSK રિટેન કરાયેલા ખેલાડીઓ: એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મુકેશ ચૌધરી, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર
CSK એ છૂટા કરેલાં ખેલાડીઓ: ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, નારાયણ જગદીશન, મિશેલ સેન્ટનર
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે સારું રહ્યું ન હતું. પરંતુ આગામી સિઝન એટલે કે IPL 2023માં આ ટીમ વધુ સારું પ્રદર્શન કરવાના મૂડમાં છે. આ માટે મુંબઈએ જેસન બેહરેનડોર્ફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે વેપાર કર્યો છે.
MI નાં રિટેન કરાયેલા ખેલાડીઓઃ રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેનિયલ સેમ્સ, ટિમ ડેવિડ્સ, જોફ્રા આર્ચર, જસપ્રિત બુમરાહ, ટ્રિસ્ટાન સ્ટબ્સ, તિલક વર્મા.
MI નાં રિલીઝ થયેલા ખેલાડીઓ: ફેબિયન એલન, કિરોન પોલાર્ડ, ટિમલ મિલ્સ, મયંક માર્કન્ડે, હૃતિક શોકીન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
આઈપીએલની 16મી સિઝન થવા જઈ રહી છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજુ પણ તેની પ્રથમ ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. આ રાહનો અંત લાવવા માટે તેઓ એક મજબૂત ટીમ બનાવવા માંગે છે.
RCB એ રિટેન કરેલા ખેલાડીઓઃ વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, રજત પાટીદાર
RCB એ રિલીઝ કરેલાં ખેલાડીઓ: સિદ્ધાર્થ કૌલ, કર્ણ શર્મા, ડેવિડ વિલી, આકાશ દીપ
ગુજરાત ટાઇટન્સ (GT)
ગુજરાત ટાઇટન્સ આઇપીએલની સૌથી નવી ટીમ છે. IPL 2022 તેની પ્રથમ સિઝન હતી. પરંતુ, તેની પ્રથમ સીઝનમાં, આ ટીમ ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી. હવે તે સફળતાને જાળવી રાખવા માટે, આ ટીમ મીની હરાજીની મદદથી કેટલાક વધુ ખેલાડીઓને તેમના શસ્ત્રાગારમાં ઉમેરવા માંગે છે.
GT નાં રિટેન કરાયેલા ખેલાડીઓઃ હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, શુભમન ગિલ, અભિનવ મનોહર, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, રાહુલ તેવટિયા,રહેમાનુલ્લાહ ગુરબાઝ
GT નાં રિલીઝ થયેલા ખેલાડીઓ: મેથ્યુ વેડ, વિજય શંકર, ગુરકીરાત માન સિંહ, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, નૂર અહેમદ, સાઈ કિશોર, વરુણ એરોન
દિલ્હી કેપિટલ્સ (DC)
દિલ્હી કેપિટલ્સે સૌથી ઓછા બજેટમાં IPL 2022માં સારી ટીમ બનાવી હતી. મીની હરાજી દ્વારા, તેનો ઇરાદો ટીમની બાકી રહેલી કેટલીક છટકબારીઓ દૂર કરવાનો રહેશે.
DC એ રિટેન કરાયેલા ખેલાડીઓઃ રિષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, એનરિચ નોરખિયા, કુલદીપ યાદવ
DC એ રિલીઝ કરેલા ખેલાડીઓ: શાર્દુલ ઠાકુર, ટિમ સિફર્ટ, કેએસ ભરત, મનદીપ સિંહ, અશ્વિન હેબર
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023 માટે બેસ્ટ ટીમ બનાવવાં ઈચ્છે છે. તેથી તે ઘણાં સારા ખેલાડીઓને પોતાની ટીમમાં ઊમેરવાં માંગે છે.
ટોચના રિટેન કરાયેલા ખેલાડીઓ: શ્રેયસ ઐયર, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, પેટ કમિન્સ, નીતિશ રાણા, શેલ્ડન જેક્સન, રિંકુ સિંહ, ઉમેશ યાદવ
રિલીઝ થયેલા સંભવિત ખેલાડીઓ: શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને, રમેશ કુમાર, અજિંક્ય રહાણે, એરોન ફિન્ચ
રાજસ્થાન રોયલ્સ (RR)
IPL 2023 ની મીની હરાજી દ્વારા, રાજસ્થાન રોયલ્સ પણ તેમની ટીમની કેટલીક ખામીઓને સુધારવા માંગે છે. આ માટે આ ટીમ કેટલાક ખેલાડીઓને બહાર કરતી પણ જોવા મળી શકે છે.
ટોચના રિટેન કરાયેલા ખેલાડીઓઃ સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, જીમી નીશમ, ફેમસ કૃષ્ણા, ઓબેદ મેકકોય
સંભવિત મુક્ત ખેલાડીઓ: નવદીપ સૈની, ડેરીલ મિશેલ, રાસી વેન ડેર ડ્યુસેન, કોર્બીન બોસ
લખનઉં સુપર જાયન્ટ્સ (LSG)
લખનઉં સુપર જાયન્ટ્સે ખેલાડીઓની રીટેન્શન અને રીલીઝ અંગે હજુ સુધી તેમના કાર્ડ ખોલ્યા નથી. એવું માનવામાં આવે છે કે જે એક મોટું નામ રિલીઝ થઈ શકે છે તે મનીષ પાંડે છે. આ સિવાય અંકિત રાજપૂત અને એન્ડ્રુ ટાય પણ તે લિસ્ટમાં આવી શકે છે.
પંજાબ કિંગ્સ (PBKS)
પંજાબ કિંગ્સે પહેલા જ કેપ્ટનને લઈને મોટો નિર્ણય લઈ લીધો છે. આઈપીએલ 2023 માટે ટીમે શિખર ધવનને કેપ્ટન્સી સોંપી છે. હવે તે કોને ટીમમાં રાખશે અને કોને છોડશે તે અંગેનો નિર્ણય જોવો રસપ્રદ રહેશે. તેણે પણ ખેલાડીઓની રીટેન્શન અને રીલીઝ અંગે હજુ સુધી તેમના કાર્ડ ખોલ્યા નથી