યશસ્વી જયસ્વાલ રાજસ્થાન માટે સૌથી મોટી 124 રનની ઇનિંગ્સ રમનાર, કરિયર માટે ઘણો સંઘર્ષ કર્યો, પાણીપૂરી વેચી ડેરીમાં કામ કર્યું, ક્યારેક ભૂખ્યો પણ સૂતો. જ્વાલા સિંહ તેને નિખાર્યો તેમજ રાજસ્થાને તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો.
યશસ્વી જયસ્વાલ હાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે IPL 2023માં શાનદાર ફોર્મમાં છે. તેણે નવ ઇનિંગ્સમાં 47.56ની એવરેજથી 428 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ પણ 159.70 રહી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં તેણે 56 ફોર અને 18 સિક્સર ફટકારી છે. તે હાલમાં આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે અને આ સાથે જ ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી લીધી છે. IPLની 1000મી મેચમાં જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 124 રનની ઈનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી રમતા IPLમાં કોઈપણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા બટલરે પણ 124 રનની ઇનિંગ રમી હતી.
Yashasvi Jaiswal's cricketing journey.
A beautiful video! pic.twitter.com/IwIbJES4x6
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2023
હૃદયસ્પર્શી સફર
ઓપનિંગમાં આવીને જોરદાર પ્રદર્શન કરીને 20મી ઓવર સુધી ઊભો રહ્યો હતો અને છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 62 બોલમાં શાનદાર 124 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેના આક્રમક બેટિંગ કરી હતી જેમાં 16 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે રાજસ્થાનની ટીમે 212 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જો કે બોલરો આ ટાર્ગેટનો બચાવ કરી શક્યા ન હતા, પરંતુ જયસ્વાલે પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા. જયસ્વાલની ક્રિકેટર બનવા અને IPL રમવા સુધીની સફર પણ હૃદયસ્પર્શી છે. આવો જાણીએ જેના સંઘર્ષની કહાની.
આ પણ વાંચો : IPLની ચાલુ મેચમાં સ્ટેડિયમ બન્યું કુસ્તીનો અખાડો, દર્શકો વચ્ચે થઈ જોરદાર લડાઈ, VIDEO
મુંબઈમાં પાણીપૂરી વેચી
મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપૂરી વેચવાથી લઈને IPLમાં સેન્ચ્યુરીયન બનવા સુધીની યશસ્વીની સફર રોમાંચક રહી છે. યશસ્વી ઉત્તર પ્રદેશના ભદોહીની રહેવાસી છે. તેનું બાળપણ અત્યંત ગરીબીમાં અને સંઘર્ષમાં વીત્યું હતું. 11 વર્ષની ઉંમરે યશસ્વી ક્રિકેટર બનવા મુંબઈ પહોંચી ગયો હતો. મુંબઈ રહેવું તેના માટે સરળ ન હતું. યશસ્વીને મુંબઈ જેવા મોટા શહેરમાં પોતાનું નામ બનાવવું હતું જએ એક પડકાર હતો.
આ પણ વાંચો : WPL-2023 : એવા મહિલા ક્રિકેટરની સંઘર્ષમય ગાથા જેમણે ઈંટથી વર્કઆઉટ કર્યું ! ક્રિકેટની જીદ્દ…
ક્યારેક ભૂખ્યા સૂવું પડતું
મુંબઈમાં કમાણી કરવા માટે આઝાદ મેદાનમાં રામ લીલા દરમિયાન પાણીપૂરી અને ફળો વેચતા હતા. તેને ઘણી વખત ખાલી પેટ સૂવું પડ્યું. યશસ્વી ડેરીમાં પણ કામ કરતો હતો. ત્યાં એક દિવસ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ દરમિયાન ક્લબે યશસ્વીને મદદની ઓફર કરી હતી, પરંતુ તેની સામે એક શરત રાખવામાં આવી હતી કે જો તે સારું રમશે તો જ તેને ટેન્ટમાં રહેવાની જગ્યા આપવામાં આવશે. યશસ્વી તંબુમાં રોટલી બનાવતો. ત્યાં તેને બપોરે અને રાત્રે ભોજન મળતું.
આ પણ વાંચો : રામ જન્મભૂમિ પર બનશે ડોક્યુમેન્ટ્રી, મંદિર નિર્માણ માટેના સંઘર્ષ અને આંદોલનો પણ ફિલ્માવાશે
જ્વાલા સિંહનો દત્તક પુત્ર યશસ્વી
યશસ્વીએ પૈસા કમાવવા માટે બોલ શોધવાનું પણ કામ કર્યું. આઝાદ મેદાનમાં ઘણીવાર બોલ ખોવાઈ જતો હતો. યશસ્વીને તેને શોધવા માટે પૈસા મળતા હતા. એક દિવસ કોચ જ્વાલા સિંહની નજર યશસ્વી પર પડી. યશસ્વીની જેમ જ્વાલા પણ ઉત્તર પ્રદેશની છે. તેણે આ ડાબા હાથના બેટ્સમેનને તૈયાર કર્યો. યશસ્વી હંમેશા જ્વાલા સિંહના વખાણ કરે છે. તેણે એકવાર કહ્યું, “હું તેનો દત્તક પુત્ર છું. તેમણે મને આ સ્થાન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી, ગ્રેડ Aમાં કેપ્ટન હરમનપ્રીત સહિત ત્રણ ખેલાડીઓ
અંડર-19 વર્લ્ડ કપનો હીરો
યશસ્વી અંડર-19 વર્લ્ડ કપનો હીરો સાબિત થયો હતો. એ માત્ર 17 વર્ષની ઉંમરે યુથ વનડેમાં બેવડી સદી ફટકારીને સ્થાનિક ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો હતો. તેણે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ એક સદી અને 4 અડધી સદી ફટકારી હતી. તેણે 6 મેચની 6 ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા હતા. તેની એવરેજ 133.33 હતી. યશસ્વીને અંડર-19 વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. ચારેબાજુ તેની પ્રશંસા થઈ.
આ પણ વાંચો : રાજ્યના સૌથી મોટા રૂ.1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
રાજસ્થાને યશસ્વીમાં વિશ્વાસ જાળવી રાખ્યો
યશસ્વીને IPL 2020ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે રાજસ્થાન માટે 2020માં ત્રણ મેચમાં 40 રન બનાવ્યા હતા. આ પછી 2021માં તેણે 10 મેચમાં 249 રન બનાવ્યા. યશસ્વીને રાજસ્થાને 2022ની હરાજી પહેલા જાળવી રાખ્યો હતો. તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ન હતો. યુવા ખેલાડી માટે આ મોટી વાત હતી. ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. તેણે 2022 IPLમાં 10 મેચમાં 258 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તે શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં હતો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેણે IPLમાં પણ સદી ફટકારી છે. તેને દેશનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં તેને ટીમ ઈન્ડિયામાં પણ સામેલ કરવામાં આવી શકે છે.